Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

'ગો કોરોના ગો'બાદ નવો મંત્ર 'ઓમ કોરોના ભાગ સ્વાહા'

નવી દિલ્હી,તા. ૨૪: ૨૦૨૦માં જયારે કોરેના વાઇરસના પ્રસારની શરૂઆત હતી એ સમયે પણ શ્રદ્ઘાળુઓએ પોતાની રીતે કોરોનાને ભગાડવાના પ્રયાસ કર્યા હતા. 'ગો કોરોના ગો'અને 'કોરોના ભાગ જા'ના મંત્રોચ્ચાર હજી આજે પણ લોકોને યાદ છે.

ભારત એક એવો દેશ છે જયાં શ્રદ્ઘાળુઓ કરતાં અંધશ્રદ્ઘાળુઓની સંખ્યા વધુ છે. વિજ્ઞાનની ઉપર પણ એક સત્ત્।ા છે, જેને ઈશ્વરીય શકિત કહેવાય છે. બધેથી નાસીપાસ થયા પછી લોકો આ શકિતને શરણે જઈને પોતાની ચિંતા મૂકી નિશ્યિંત થઈ જાય છે.

૨૦૨૦માં જયારે કોરેના વાઇરસના પ્રસારની શરૂઆત હતી એ સમયે પણ શ્રદ્ઘાળુઓએ પોતાની રીતે કોરોનાને ભગાડવાના પ્રયાસ કર્યા હતા. 'ગો કોરોના ગો'અને 'કોરોના ભાગ જા'ના મંત્રોચ્ચાર હજી આજે પણ લોકોને યાદ છે. મહામારી સામે લડવાની આ રીત અદ્વિતીય છે. હવે એક વર્ષ પછી મંત્રોચ્ચાર કાયમ રહ્યા છે, માત્ર શબ્દો બદલાયા છે અને હવે પૂજારીઓ હવન કરે છે, જેમાં 'ઓમ કોરોના ભાગ સ્વાહા'નો જાપ થાય છે.

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં હવન અને પૂજા કરવામાં આવી રહ્યાં છે અને કોરોનાને સ્વાહા કરાઈ રહ્યો હોવાની વાતની પુષ્ટિ મળે છે.

બોલીવુડના પ્રખ્યાત ફોટોગ્રાફર વીરેન્દ્ર ચાવલાએ આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. આ વિડિયોને ૪૨૪૩૦ વ્યુઝ મળ્યા છે.

(9:59 am IST)