Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

RBI દ્વારા રેપોરેટમાં વધુ ૪૦ બેઝિક પોઇન્ટનો ઘટાડો

અર્થતંત્રને વધુ એક મોટી બુસ્ટર રાહત : રેપોરેટ ૪ ટકા, રિવર્સ રેપોરેટ ૩.૩૫ ટકા થયો : કોરોના લોકડાઉન બાદ આરબીઆઈએ ત્રીજી વાર જાહેરાત કરી

નવી દિલ્હી, તા. ૨૪ : કોરોના વાઈરસને પગલે બેકફૂટ પર આવી ગયેલા દેશના અર્થતંત્રને વધુ એક બૂસ્ટર ડોઝ આપતાં ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) આજે રેપો રેટમાં ૪૦ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો.  આ સાથે હવે રેપો રેટ ૪% થઈ ગયો છે અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા થયો છે. કોરોના લોકડાઉન બાદ ઇમ્ૈંએ ત્રીજી વાર રાહતની જાહેરાત કરી છે. સૌથી પહેલા ૨૭ માર્ચ અને બાદમાં ૧૭ એપ્રિલે પણ મધ્યસ્થ બેન્કે અનેક રાહતોની જાહેરાત કરી હતી. મધ્યસ્થ બેન્કે તેમાં ઈએમઆઈ મોરેટોરિયમ જેવા મોટા નિર્ણયો કર્યા હતા. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે લોન મોરેટિયમનો સમયગાળો વધુ ૩ માસ એટલે કે ૩૧ ઓગસ્ટ સુધી લંબાવ્યો હતો. દેશમાં કોરોના મહામારી અને લોકડાઉનને પગલે અર્થતંત્રને થયેલા નુકસાન સામે રાહત આપતા મોદી સરકારે ?૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજને આત્મનિર્ભર ભારત પેકેજનું નામ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨મેના રોજ દેશને સંબોધન દરમિયાન આ પેકેજની ઘોષણા કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને સતત પાંચ દિવસ પત્રકાર પરિષદ કરીને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો માટે કરવામાં આવેલી જોગવાઈની વિગતવાર માહિતી આપી હતી. તેમા લઘુ મધ્યમ ઉદ્યોગો માટે ગેરંટી વગર આસાન લોન માટે ૩ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

           આ અગાઉ મધ્યસ્થ બેન્કે ૧૭ એપ્રિલના રોજ કોરોના સંકટ અને લોકડાઉનથી અસરગ્રસ્ત અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે અનેક રાહતો જાહેર કરી હતી. રિવર્સ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ સાથે રિવર્સ રેપો રેટ ૪ ટકાથી ઘટીને ૩.૭૫ ટકા થઈ ગયો હતો. રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેન્કોને ઋણ મેળવવામાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. મધ્યસ્થ બેન્કે લધુ અને મધ્યમ સ્તરના ઉદ્યોગોને રોકડની અછતના સંકટમાંથી ઉગારવા માટે ૨.૦ની જાહેરાત કરી હતી.

(7:49 pm IST)