Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

પહેલી વાર લોકસભા ચૂંટણીમાં લાલુની પાર્ટી ખાતુ પણ ના ખોલી શકી

મોદી મેજીક અને નીતીશના કામનો ઘોળ એવો તૈયાર કરાયો કે એનડીએનએને ૪૦માંથી ૩૯ સીટ મળી

પટના તા. ૨૪ : બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંધી એવી ચાલી કે ૬ પક્ષોનું મહાગઠબંધનનું સુરસુરિયું થઇ ગયું છે. અને એનડીએએ ૪૦ માંથી ૩૯ સીટો જીતીને ઇતિહાસ રચી દીધો છે. આરજેડી, કોંગ્રેસ, હમ, વીઆઈપી અને સીપીઆઇએમના ગઠબંધનને ફકત એક સીટ કિશનગંજથી સંતોષ કરવો પડ્યો. સન ૧૯૯૭માં આરજેડીની સ્થાપના બાદ એવું પ્રથમ વાર બન્યું છે. જયારે લાલુ પ્રસાદ યાદવનો પક્ષ લોકસભા ચૂંટણીમાં ખાતું પણ ખોલી શકી નહી.

મોદી મેજીક અને નીતીશના કામનો એવો ઘોળ તૈયાર કર્યો કે એનડીએની જોલીમાં ૪૦ અમથી ૩૯ સીટ આવી. કિશનગંજ કોંગ્રેસે જીતી. પ્રદેશમાં આ પ્રકારના પરિણામ આપાતકલ વિરોધી લહેર અને ૧૯૮૪માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ઉપજેલી સહાનુભૂતિની લહરેમાં જ જોવા મળી હતી. જે સીટિંગ સાંસદોએ ચૂંટણી લડ્યા તેને ૨૦૧૪ની સરખામણીએ અનેક ગણા વધુ મતોથી જીત મળી. તેનું કારણ એ નથી કે પ્રજા સાંસદથી ખુશ હતી પરંતુ તેની પાછળ મોદીનું મેજીક હતું. આ અંદર કરન્ટ હતો પ્રજા એ ચુપચાપ મત આપ્યો.

મહાગઠબંધન મજબૂત નજર આવી રહ્યું હતુ. પરંતુ તે મજબૂતી ધરાતલ પર નજર આવી રહી નથી. અને તાલમેલનો અભાવ જોવા મળ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ રાહુલ ગાંધી અને આરજેડીના તેજસ્વી યાદવની સંયુકત રેલી ખુબજ મોડી થતી જોવા મળી.

(1:11 pm IST)