Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ગયા વખતે હાર્યા પણ હિંમત ન હાર્યા સ્મૃતિ ઇરાની બન્યા જાયન્ટ કિલર

પ વર્ષ સુધી અમેઠીના લોકોની સેવા કરી-સાથે રહ્યાઃ જેનું ફળ તેમને મળ્યું

લખનૌ તા. ર૪ : ર૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઇરાની જયારે રાહુલ ગાંધી સામે હારી ગયા ત્યારે સમીક્ષકોએ અનુમાન કર્યું હતું કે હવે તે અમેઠીમાંં પાછા નહી ફરે મોટાભાગની હાઇપ્રોફાઇલ બેઠક પર આવુ જ થતું હોય છે. મોટા ઉમેદવાર સામે હારી ગયા પછી હારેલા ઉમેદવાર કાં તો આગામી ચૂંટણીમાં ગુમ થઇ જાય છે અથવા પોતાનો મત વિસ્તાર બદલી નાખે છે. પણ સ્મૃતિ ઇરાનીને આ વાત નથી લાગુ પડતી અમેઠીમાં ચૂંટણી હાર્યા પછી પણ તેઓ સતત લોકોના સ્મૃતિ પર  છવાએલા રહ્યા છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન સ્મૃતિએ પોતાની ઉપસ્થિતીની નોંધ લેવડાવી હતી.

અમેઠીમાં સ્મૃતિની સક્રિયતાનો અંદાજ એના પરથીજ મુકી શકાય છે. કે તેમણે ર૦૧૪ ના ઉનાળાથી શરૂ કરીને ર૦૧૯ ની ચૂંટણી સુધીમાં દોઢ ડઝન વાર પ્રવાસ કર્યો આ જ કારણ હતું કે પૂર્વ યુપીના પ્રભારી અને રાહુલની બહેન પ્રિયંકાએ લોકસભાની ચૂંટણી દરમ્યાન અમેઠીમાંજ ધામો નાખવો પડયો હતો. પ્રિયંકાએ પોતે પણ કહ્યું હતું કે પ વર્ષમાં સ્મૃતિ ફકત ૧૬ વાર અમેઠી આવ્યા છે. જેના જવાબમાં સ્મૃતિએ ગાંધીએ પરિવારને જવાબ આપતા કહ્યું હતું કે તે લોકો મારી મુલાકાતનો હિસાબ રાખી રહ્યા છે. તેનાથી મને ખુશી થાય છે પણ તેમણે એ પણ જવાબ આપવો જોઇએ કે અમેઠીના સંસદસભ્ય ૧પ વર્ષથી કયાં છે.?

સ્મૃતિએ અમેઠીના લોકોમાં પોતાની સ્મૃતિને ધુંધળી ન થવા દીધી ડીસેમ્બર ર૦૧૮ થી જાન્યુઆરી ર૦૧૯ વચ્ચે તેમણે ૧પ દિવસમાં બે વાર અમેઠીની મુલાકાત લીધી હતી. આ પહેલા તેમણે અમેઠીને ૭૭ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી હતી. અને તેમણે ત્યાં નવોદય વિદ્યાલયમાં રોજગાર મેળાનો શુભારંભ પણ કર્યો હતો. અમેઠી સ્મૃતિએ એક આવાસ વિદ્યાલયનું ખાતમુહુર્ત પણ કર્યું હતું.

જાન્યુઆરીમાં તેમણે ફરી એકવાર અમેઠીની મુલાકાત લીધી હતી. તે વખતે તેમણે અહીના લોકોને સર્જીકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ફિલ્મ'' ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક'' દેખાડવાનો પ્રબંધ કર્યો હતો. શહેરમાં કેટલીય જગ્યાઓએ મોબાઇલ ડીજીટલ  થીયેટરના માધ્યમથી આ ફિલ્મ પ્રદર્શિત કરાઇ હતી. એટલું જ નહીં સ્મૃતિએ તેના પર ટવીટ કરીને લખ્યુ ''બહુ ગર્વ પૂર્વક આજે આખા અમેઠીમાં ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક દેખાડવામાં આવી રહી છે. આના માટે ગણતંત્ર દિવસથી વધુ સારો મોકો કયો હોઇ શકે જય હિન્દનીસેના''.

પ્રયાગરાજમાં કુંભનું આયોજન થયું તો ફરી એકવાર અમેઠીમાં સ્મૃતિની સક્રિયતા વધી ગઇ તેમણે અમેઠીના ર૦ હજાર લોકોને કુંભ મેળામાં સ્નાન કરાવવા માટે દરેક વિધાનસભા ક્ષેત્રમાં બે  બસોનું આયોજન કર્યું લોકસભા ચુંટણીની પહેલા જ માર્ચમાં મોદીએ અમેઠીમાં આધુનિક કાલાશ્નીકોવ-ર૦૩ રાઇફલો બનાવવા માટે બનેલી શસ્ત્ર ફેકટરીનું લોકાપર્ણ કર્યુ હતું તે વખતીની સભામાં તેમણે સ્મૃતિના જોરદાર વખાણ કર્યા હતા વડાપ્રધાને કહ્યું હતું કે તમે એટલો પ્રેમ આપ્યો છે. કે  સ્મૃતિ ઇરાનીએ પ વર્ષમાં ઘણી મહેનત કરી છે. જીતેલા કરતા પણ વધારે કામ કરી બતાવ્યા છે. એવું લાગતુ જ નથી કે તે અહીંથી હારી ગયા છે.

(11:39 am IST)