Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપે સ્પીકરપદ માટે નોમિનેશન પત્ર દાખલ કર્યા

 

બેંગ્લુરુ :કર્ણાટકમાં સરકાર બનાવવાથી ચુક્યા બાદ ભાજપ સક્રિય છે ભાજપના ધારાસભ્ય સુરેશ કુમારે ગુરૂવારે વિધાનસભા સ્પીકર પદ માટે નોમિનેશન પત્ર દાખલ કરી દીધો છે. દરમ્યાન તેમની સાથે પાર્ટીના નેતા વી સુનીલ અને અશ્વથ નારાયણ પણ હાજર રહ્યા. ત્યારે, કોંગ્રેસના કેઆર રમેશ કુમારે પણ વિધાનસભા સ્પીકરપદ માટે નોમિનેશન પત્ર દાખલ કર્યો છે. સમયે ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વર, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પાર્ટી અન્ય નેતા હાજર રહ્યા હતા.

 

(10:11 pm IST)