Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના હડુઆ ગામના સીતારામનો સંઘર્ષ ગામલોકો માટે પ્રેરણાદાયી

નવી દિલ્‍હીઃ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના હડુઆ ગામમા રહેતા સીતારામ રાજપૂતે પાણીની સમસ્યા હોવાના કારણે કુવો ખોદીને પાણી કાઢી લીધું હતું અને બધાને જાતમહેનતનું 'પાણી' બતાવી દીધું હતું. ANI તેમની સંઘર્ષગાથા અને તસવીર શેયર કરી છે. 

ANIએ ટ્વિટ કરીને લખ્યું છે કે ''70 વર્ષીય સીતારામ રાજપુત હડુઆ ગામમાં રહે છે. અહીં લગભગ અઢી વર્ષથી પાણીની સમસ્યાથી પરેશાન છે. ગામના લોકોએ મદદ માટે સરકાર પાસે મદદ માગી પણ કોઈ મદદ મળી નહીં. ગામના લોકો બહુ પરેશાન થઈ ગયા હતા અને આખરે સીતારામે જાતે કૂવો બનાવવાનો નિર્ણય કર્યો. અઢી વર્ષમાં તેણે આખરે 33 ફૂટ ઉંડો કૂવો ખોદી નાખ્યો હતો. જેને જોઈને ગામલોકો બહુ ખુશ છે.''

સીતારામ જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. સીતારામની માતા તેમને અને ભાઈને ઉત્તર પ્રદેશના હડુઆ લઈ આવી હતી. સીતારામ મોટા થયા પછી તેમની પર તમામ જવાબદારી આવી ગઈ હતી. આ જવાબદારી સંભાળવા તેમણે લગ્ન પણ નહોતા કર્યા. સીતારામે જ્યારે કૂવો ખોદવાનો નિર્ણય લીધો ત્યારે તેમના પરિવારે સાથ નહોતો આપ્યો એટલે તેમણે પોતાના દમ પર કૂવો ખોદવાનો નિર્ણય લીધો હતો. આમ, સીતારામનો સંઘર્ષ ગામના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે. 

(7:32 pm IST)