Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

જે લોકોને રોહિંગ્યા સાથે સહાનૂભૂતિ છે તેમને આ દેશમાં રહેવા માટેની પરવાનગી ન આપવી જોઇઅેઃ પ્રિયંકા ચોપડાના નિવેદન સામે ભાજપના નેતા કટિયાર આગબબૂલા

નવી દિલ્‍હીઃ પ્રિયંકા ચોપડાઅે રોહિંગ્‍યા શરણાર્થીઓ અંગે નિવેદન કરતા ભાજપના નેતા કટિયારે તેની સામે આક્રોશ વ્‍યક્ત કરીને રોષ ઠાલવ્યો હતો અને ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને ભારત છોડવા માટે કહ્યું છે. રોહિંગ્યા શરણાર્થીઓ અંગે કટિયારે કહ્યું કે તે ન માત્ર બીજાનાં જીવન છીનવી લે છે, પરંતુ બીજા લોકોનું માંસ પણ ખાય છે. એક દિવસ પણ ખરાબ કર્યા વગર તેને અહીં રહેવા દેવામાં ન આવવા જોઇએ. તેમણે આ દેશથી બહાર ભગાવી દેવામાં આવવા જોઇએ.

પ્રિયંકા ચોપડા અંગે કટિયારે કહ્યું કે, તેમણે ત્યાં જવું ન જોઇતું હતું, આ તેમનો અંગત નિર્ણય હોઇ શકે છે. પરંતુ આ યોગ્ય નથી. જે લોકોને રોહિગ્યાઓ સાથે સહાનુભુતિ છે તેમને આ દેશમાં રહેવા માટેની પરવાનગી ન આપવામાં આવવી જોઇએ. કટિયારે કહ્યું કે, રોહિંગ્યાએ ઘણા બધા હિંદુઓને માર્યા છે, એટલા માટે તેમનું જીવવું દેશ માટે ખતરનાક છે. 

એમનેસ્ટી ઇન્ટરનેશનલે પોતાની એક તપાસ બાદ ઇશ્યું રિપોર્ટમાં કહ્યું કે, મ્યાંનમારમાં ગત્ત વર્ષે ઓગષ્ટમાં રોહિંગ્યા મુસ્લિમ કટ્ટરપંથીઓએ આશરે સૌ હિંદુઓનાં હૂમલામાં મારી નાખ્યા હતા. બીબીસીએ એમનેસ્ટીનાં રિપોર્ટનાં આધારે છાપ્યા છે કે, અરાકન રોહિંગ્યા સૈલ્વેશન આર્મી (અરસા) નામના સંગઠને એક અથવા બે સમૂહોમાં કરવામાં આવેલા કત્લેઆમ 99 હિંદુઓનાં જીવ લીધા હતા. જો કે અરસાએ આરોપોથી ઇન્કાર કર્યો હતો. 

(7:31 pm IST)