Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

૫ રાજયોમાં પારો ૪૪ને પારઃ ૫'દિ ગરમી રહેશે : હરિયાણા-રાજસ્થાન-યુપીમાં ૪ દિવસ રેડ એલર્ટ

પંજાબ-હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્ત્।રપ્રદેશ સહિત આખા ઉત્ત્।ર ભારતમાં ચાલી રહેલી લૂના કારણે પારો ચડી રહ્યો છેઃ બુંદીમાં સતત બીજા દિવસે ૪૮ ડિગ્રી

નવી દિલ્હી તા. ૨૪: પંજાબ-હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્ત્।રપ્રદેશ સહિત આખા ઉત્ત્।ર ભારતમાં ચાલી રહેલી લૂના કારણે પારો ચડી રહ્યો છે. પારો ૪૪થી૪૫ વચ્ચે જોવા મળ્યો. આગામી ૫ દિવસોમાં આવી જ પરિસ્થિતિ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગ પ્રમાણે, આવનારા દિવસોમાં પારો હજુ ચડશે. બુધવારે રાજસ્થાનનું બૂંદી સતત બીજા દિવસે પણ ૪૮ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. રાજધાની દિલ્હીમાં ૪૫.૨ અને મુંબઈમાં ૩૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું. દિલ્હી સહિત પાંચ રાજયોમાં પારો ૪૪ ઉપર પહોંચી ગયો. ચંદીગઢનું મહત્ત્।મ તાપમાન ૪૨.૨૦ રહ્યું, જે સામાન્યથી ચાર ડિગ્રી વધુ છે. હિસાર ૪૫.૧ ડિગ્રી સાથે વિસ્તારનું સૌથી ગરમ શહેર રહ્યું. ઉલ્લેખનીય છે કે નૌતપા શુક્રવારથી શરૂ થઇ રહ્યું છે.

 દિલ્હીમાં તાપમાન ૪૫.૨ નોંધવામાં આવ્યું. છેલ્લા ૩ દિવસોથી મહત્ત્।મ તાપમાન સામાન્યથી ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ જ રહ્યું છે. દિલ્હીમાં ત્રણ દિવસોથી ૨૦ થી ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ફૂંકાઇ રહી છે.   દિલ્હીની બહારના વિસ્તારોથી લઇને દક્ષિણ દિલ્હી, અશોક વિહાર, પાલમ, પૂર્વી દિલ્હી સહિત ઘણી હોસ્પિટલોમાં શરીરમાં પાણીની અછત અને માથાના દુઃખાવા જેવી ફરિયાદોની સાથે દર્દીઓ પહોંચી રહ્યા છે હવામાન વિભાગે ૨૭ થી ૨૯ મે દરમિયાન દિલ્હીમાં હીટવેવના કારણે ચેતવણી આપી છે.

મધ્યપ્રદેશના ભોપાલ નૌતપા શરૂ થાય તે પહેલા જ રાજય ભઠ્ઠીની જેમ તપી ગયું. બુધવારે રાજધાની ભોપાલ સહિત આખા રાજયમાં ભયંકર ગરમી પડી. ભોપાલમાં પારો ૦.૭ ડિગ્રી વધીને ૪૪.૪ પર પહોંચી ગયો. જે આ સીઝનમાં સૌથી વધુ છે. રાજયના ૧૩ જિલ્લાઓમાં લૂ ચાલી. સૌથી ગરમ નૌગાંવ અને શ્યાપુરકલાં રહ્યા. ત્યાં દિવસનું તાપમાન ૪૭ ડિગ્રીની નજીક પહોંચી ગયું. જયારે મલાજખંડ, સિવની, મંડલા, છિંદવાડામાં કયાંક-કયાંક વરસાદ પડ્યો.

ભોપાલમાં રાતો પણ અતિશય ગરમ છે. એકસપર્ટ્સ કહે છે કે ભોપાલમાં સોલાર રેડિશન ચેન્નાઈ, બેંગલુરૂ, હૈદરાબાદ, નાગપુર, અકોલા સહિત દેશના દ્યણા શહેરોની સરખામણીએ ૭.૯૧ મિનિટ વધુ વાર રેડિયેશન થઇ રહ્યું છે. આ જ કારણ છે કે અહીંયા દિવસ અને રાત બંને તપેલા રહે છે. રાજસ્થાનમાં રેકોર્ડતોડ ગરમીએ જનજીવન અસ્ત-વ્યસ્ત કરી દીધું છે. બૂંદીમાં બીજા દિવસે પણ પારો ૪૮ ડિગ્રી પર કાયમ રહ્યું. આ રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું.  જયપુરમાં બુધવારે સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. અહીંયા મહત્ત્।મ તાપમાન ૧.૧ ડિગ્રીના વધારા સાથે ૪૫.૪ ડિગ્રી રહ્યું. રાજયના બારાં અને ઝાલાવાડ શહેરમાં મહત્ત્।મ તાપમાન બીજા દિવસે પણ ૪૭ ડિગ્રી રહ્યો. બાડમેર, જેસલમેર, શ્રીગંગાનગર પણ ભીષણ ગરમીની ઝપટમાં છે. હવામાન વિભાગે રાજયમાં લૂ લાગવાની ચેતવણી આપી છે. પંજાબૅં ૨૭ મીસુધી ચાલશે લૂ, ૪૫ ડિગ્રી સુધી પહોંચશે પારો, વરસાદના આસાર નથી

- હવામાન વિભાગે રાજયમાં ૨૭ મી મે સુધી ભયંકર ગરમી સાથે લૂની ચેતવણી આપી છે. આ દરમિયાન મોટાભાગના જિલ્લાઓમાં પારો ૪૪ અને ૪૫ ડિગ્રી રહેવાનું અનુમાન છે. બુધવારે મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૨- ૪૪ ડિગ્રીની વચ્ચે રહ્યો. રાજયમાં અત્યારે વરસાદના કોઇ આસાર જોવા નથી મળી રહ્યા.

જયારે ઉત્ત્।ર ભારતમાં ગરમીઓમાં પશ્યિમી વિક્ષોભના કારણે જ વરસાજ થાય છે. બુધવાર સુધી જમ્મુ-કાશ્મીર અને ઉત્ત્।ર પાકિસ્તાન પર બનેલા પશ્યિમી વિક્ષોભ દ્યણા નબળા થઇ ચૂકયા હતા, તેની અસરના કારણે અત્યારે પંજાબ, હિમાચલ, હરિયાણા અને દિલ્હીમાં વરસાદના આસાર નથી.

બિહારની રાજધાની પટના સહિત રાજયભરમાં આગામી ચાર દિવસો સુધી ભયંકર ગરમી પડવાની સંભાવના છે. આ વર્ષે પહેલીવાર ગરમીમાં તાપમાન મેના મહત્ત્।મ સ્તર પર પહોંચી શકે છે. પટનામાં સવારથી બપોર સુધી હવાની દિશા બદલાઇ રહી છે. સવારે પશ્યિમી હવા ચાલી રહી છે, બપોર થતા પૂર્વી અને દક્ષિણી હવા ચાલે છે.યુપી અને ઝારખંડના રસ્તે બિહારમાં શુષ્ક અને ગરમ હવા આવવાની શકયતા છે. હવામાન વિભાગનું માનીએ તો ગુરુવારથી રાજધાનીનો પારો સામાન્યથી ઉપર જવાની સંભાવના છે. ૨૫ થી  ૨૭ મે દરમિયાન ભયાનક ગરમીનો સામનો કરવો પડશે. અહીંયા બુધવારે દિવસભર છવાયેલા વાદળાઓ અને પૂર્વી હવાના કારણે ભેજભરી ગરમીનો સામનો કરવો પડ્યો.

(4:03 pm IST)