Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

રાહુલ ગાંધી સત્તા મેળવવા માટે ભાગલાવાદી નિતી અપનાવે છે : RSS

આરએસએસએ વળતો પ્રહાર રાહુલ ગાંધી સત્તા ન મળતા નિરાશ થયા

નવી દિલ્હી તા. ૨૪ : રાષ્ટ્રિય સ્વંયમ સેવક સંઘે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું છે કે, દેશમાં સત્ત્।ા મેળવવા માટે રાહુલ ગાંધી ભાગલા પાડોની નિતી અખત્યાર કરી રહ્યા છે. તમિલનાડુમાં પોલીસ ગોળીબારમાં ૧૦થી વધુ લોકોના મોત થયા હતા એ મામલે રાહુલ ગાંધીએ આરએસએસ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. રાહુલ ગાંધીનાં આ નિવેદન સામે આરએસએસએ વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યુ કે, રાહુલ ગાંધી સત્તા ન મળતા નિરાશ થયા છે. સત્તા પાછી મેળવવા માટે સમાજમાં ભાગલા પાડી રહ્યાં છે.

સંઘ પરિવારના જોઇન્ટ સેક્રેટરી મનમોહન વૈદ્યે કહ્યું કે, સંઘ પરિવાર થાકયા વગર દેશની એકતા માટે કામ કરી રહ્યો છે. જેમાં જ્ઞાતિ, પ્રદેશ અને ધર્મની રાજનિતી ભૂલીને આ કામ કરે છે. દેશના હિત માટે આ કામ કરે છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, જે રાજકીય પક્ષો દેશમાં ભાગલા પાડવાની રાજનિતી રમી રહ્યાં છે તેમને જનતા નકારી રહી છે. રાહુલ ગાંધી તેમના પક્ષે ગુમાવેલી સત્ત્।ા પાછી મેળવવા માટે ખોટા આરોપો લગાવે છે અને સમાજમાં વિભાજનની રાજનિતી રમે છે.

આ પહેલા રાહુલ ગાંધીએ તમિલનાડુમાં થયેલા હિંસક પ્રદર્શન અને પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા લોકો વિશે ટ્વીટ કર્યુ હતુ અને આ માટે સંઘ પરિવારને જવાબદાર ઠેરવ્યું હતું.

રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, તમિલ લોકો સંઘ પરિવાર સામે નમતું જોખતા નથી એટલા માટે તેમની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં રાજકોટ શહેર નજીકની ફેકટરીમાં એક દલિત યુવાને ક્રુર રીતે મારી નાંખતો વિડીયો પણ શેર કર્યો હતો.

(3:58 pm IST)