Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ન્યૂયોર્ક સ્ટોક એક્ષચેન્જ હવે 'મહિલા' ચલાવશે

માસ્ડેકમાં પણ મહિલા પ્રેસીડન્ટ એડીના ફ્રેડમેન : સ્ટેસી કલાર્કમાંથી પ્રેસીડન્ટ બનીઃ ૨૨૬ વર્ષનો રેકોર્ડ તૂટયો : પ્રેસીડન્ટ તરીકે મહિલા : સ્ટેસી કનીંગહામે ચાર્જ સંભાળ્યો

ન્યૂયોર્ક તા. ૨૪ : અમેરિકાના ન્યૂયોર્ક સ્ટોક એકસચેંજનુ નેતૃત્વ એનવાઈએસઈના ૨૨૬ વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલા કરશે. સ્ટેસી કનિંગહેમે એનવાઈએસઈના ટ્રેડિંગ ફલોર પર કલાર્ક તરીકે કામ કર્યુ છે. હવે તે બિગ બોર્ડની ૬૭મા પ્રમુખ હશે. કનિંગહેમ એનવાઈએસઈ ગૃપની ચીફ ઓફરેટિંગ ઓફિસર છે. તેને શુક્રવારે પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

ઐતિહાસિક રૂપથી ન્યૂયોર્ક સ્ટોક એકસચેંજ પર પુરૂષોનુ પ્રભુત્વ રહ્યુ છે. એનવાઈએસઈના પ્રમુખ થોમ્સ ફારલે અમેરિકાના લોકપ્રિય સ્ટોક એકસચેન્જનુ કામ ૨૦૧૩થી સંભાળી રહ્યા હતા. કેનિંગહેમે પોતાની કેરિયર જેજીસીથી શરૂ કર્યુ છે. તે પછી તે બેન્ક ઓફ અમેરિકા સિકયુરિટિઝનો હિસ્સો બન્યા. તેમજ એનવાઈએસઈના વિભિન્ન ભૂમિકાઓ સંભાળતા પહેલા નેસ્કડેકમાં પણ વરિષ્ઠ પદ પર કામ કર્યુછે.

તેમણે ગત વર્ષે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેમને પહેલો પ્રેમ સમર ઈન્ટર્નશિપ દરમિયાન ટ્રેડિંગ ફલોર સાથે થયો હતો. તે સમયે તે યુનિવર્સિટીમાં એન્જિીનયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. કનિંગહેમને શેર ડિલિંગ સિવાય રસોઈ બનાવવાનો પણ શોખ છે. તેમણે ૬ મહિનાનો કુકિંગનો પણ કોર્સ કર્યો હતો. તેમણે ન્યુયોર્ક રેસ્ટોરન્ટમાં પણ કામ કર્યુ છે. તેમણે જણાવ્યુ કે કોઈ પણ કામનો માહોલ લગભગ એક સમાન હોય છે.કામગિરિ દર્મિયાન તણાવને કારણે સહકર્મીઓમાં બોલાચાલી થતી રહે છે.

 અત્રે મહત્વની વાત એ છે કે મહિલા સશકિત કરણની વાતો કરતા અમેરિકામાં ન્યૂયોર્ક સ્ટોક એકસચેન્જના પહેલા મહિલા પ્રમુખ ૨૨૬ વર્ષ બાદ બન્યા છે. ભારતના બોમ્બે સ્ટોક એકસચેન્જના પહેલા મહિલા પ્રમુખ ૧૭ વર્ષ પહેલા જ બની ચુકયા છે.(૨૧.૧૦)

(2:45 pm IST)