Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કિમ જોંગેના માણસે ટ્રમ્પને મૂર્ખ કહ્યા

અમેરિકા અમારી સાથે રશિયામાં મિટીંગ કરશે કે પછી પરમાણુ યુધ્ધ જ કરશે?

નવી દિલ્હી તા. ૨૪ : ઉત્તર કોરિયાએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસને 'મૂર્ખ' ગણાવીને બંન્ને દેશો વચ્ચે થનારી શિખર બેઠકને રદ કરવાની એકવાર ફરી ચેતવણી આપી છે. આ સાથે જ તેમણે એ પણ પૂછ્યું છે કે તેઓ અમારી સાથે રશિયામાં મિટીંગ કરશે કે પછી પરમાણુ યુદ્ઘ જ કરશે.

ઉત્ત્।ર કોરિયાના વિદેશ મામલામાં ઉપમંત્રી ચો સુન હુઇએ સરકારી સમાચાર એજન્સી KCNA સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું છે. તેમણે માઇક પેંન્સને ફોકસ ટીવીમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ઘણું સંભળાવ્યું છે. તેમણે કહ્યું કે. 'અમેરિકી ઉપરાષ્ટ્રપતિની મૂર્ખતા ભરેલી વાતો સાંભળીને હું મારી હેરાની છુપાવી નથી શકતી.'

નોંધનીય છે કે પેન્સે આ સોમવારે ફોકસ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે ઉત્ત્।ર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને ચેતવણી આપતા કહ્યું હતું કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સિંગાપુરમાં આવતા મહિને થનારી શિખર બેઠક પહેલા કોઇ રમત રમશે તો આ તેમની સૌથી મોટી ભૂલ ગણાશે. જો કિમ જોંગ ઉને સમજૂતી ન કરી તો તેમનો પણ હાલ લિબિયાઇ તાનાશાહ મોઅમ્મર ગદ્દાફી જેવો થશે. તમને જણાવીએ કે લિબીયામાં થયેલ જનઆંદોલન દરમિયાન ગદ્દાફીને લોકોએ જ મારી નાંખ્યો હતો.

પેન્સની આ વાતથી ઉત્ત્।ર કોરિયા ઘણું જ ભડકયુ છે. જેના કારણે ઉત્ત્।ર કોરિયાની વિદેશ ઉપમંત્રીએ ઘણાં જ કડક વલણમાં નિવેદન આપતા પેન્સને બેલગામ ગણાવ્યાં છે. આ સાથે તેમણે કહ્યું કે વોશિંગટન તેમને આ રીતે ધમકીઓ આપીને પ્યોંગયાંગને વાતચીત માટે કયારેય રાજી નથી કરી શકતાં.(૨૧.૨૩)

 

 

(2:44 pm IST)