Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

યોગી સરકારનું ફરમાનઃ એકથી વધુ લગ્ન કરનાર પોલીસ ઓફિસર નહીં બની શકેઃ મુસ્લમાનોને લાગુ નહી પડે

મદ્રેસાઓમાં વિજ્ઞાન-ગણિત-સમાજશાસ્ત્ર-કોમ્પ્યુટરનું ભણતર હવે હિન્દી-અંગ્રેજીમાં થઇ શકશે

લખનૌ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉ.પ્ર. કેબીનેટ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટર માટેના નિયમોમાં ચોથા ફેરફાર ને મંજૂરી આપી દીધી છે. સોમવાર રર મે ના રોજ મળેલ બેઠકમાં કુલ ૧૧ ભલામણોને મંજૂરી અપાઇ છે, જેમાં ઉપરોકત બાબત પણ સામેલ છે.

પોલીસ નિયમાવલીના નિયમ ૧ર અને ૧૬ માં ફેરફાર કરતા એવો નિર્ણય લેવાયો છે કે એકથી વધુ લગ્ન કરનાર વ્યકિતને સબ ઇન્સ્પેકટર અને ઇન્સ્પેકટરની ભરતી માટેની પરીક્ષામાં નહીં બેસવા દેવાય. નિયમ ૧ર માં ફેરફાર કરીને આ નિર્ણય કરાયો છે. જો કે મુસ્લીમોને તે લાગુ નહીં પડે.

ઉપરાંત હવેથી પોલીસ વિભાગમાં મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ જગ્યાઓ જાહેર નહીં કરાય. જયારે નિયમ ૧૬ ફેરફાર કરીને એવો નિર્ણય લેવાયો છે કે નિયુકત  થયેલા ઉચ્ચ અધિકારી જ ઇન્સ્પેકટર અને સબ ઇન્સ્પેકટરની જગ્યાઓ નકકી કરશે.

આ સાથે જ યોગી સરકારે મદ્રેસાઓ માટે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે યુપીની મદ્રેસાઓમાં વિજ્ઞાન, ગણિત, સમાજ વિજ્ઞાન અને કોમ્પ્યુટરનું ભણતર હિન્દીઅને અંગ્રેજી માધ્યમોમાં થઇ શકશે. કેબીનેટ ઉતર પ્રદેશની બિન સરકારી અરબી અને ફારસી મદ્રેસા માન્યતા અને સેવા નિયમમાં ફેરફાર કરવાનો ફેંસલો કર્યો છે. રાજય સરકારના કહેવા પ્રમાણે સરકારનો ઉદ્ેશ મદ્રેસાઓમાં ગુણવતા પુર્ણ શિક્ષણ અપાવવાનો હોવાનું ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ જાહેર કર્યુ હતું. (પ-૭)

 

(11:44 am IST)