Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સોનિક એટેક : ચીનમાં અમેરિકાના અધિકારીને અસાધારણ અવાજ સંભળાયા બાદ મગજમાં ઇજા પહોંચી

વોશિંગ્ટન તા. ૨૪ : દુનિયામાં દુશ્મની અને યુદ્ઘનું એક નવું રૂપ સામે આવી રહ્યું છે. એક અમેરિકન અધિકારીને ચીનમાં અસામાન્ય અવાજ સંભળાયા બાદ મગજમાં ઇજા પહોંચ્યાની ફરિયાદ કરી. આ રિપોર્ટ બાદ મંગળવારના રોજ ટ્રમ્પ પ્રશાસને પોતાના નાગરિકોને તેને લઇ ચેતવણી જાહેર કરી છે. આ કેસ કયુબામાં અમેરિકન ડિપ્લોમેટસ પર રહસ્યમયી 'સોનિક એટેક'ની યાદ તાજી કરાવી છે, ત્યારબાદ કેટલાંય અમેરિકન અધિકારીઓને પોતાના દેશ પાછા બોલાવી લીધા હતા. આ અધિકારીઓએ એક સાથે સાંભળવામાં તકલીફ, ચક્કર આવવા, દ્રષ્ટિ સંબંધિત ફરિયાદોની માહિતી આપી હતી. દૂતાવાસના પ્રવકતા જીન લી એ કહ્યું કે ચીન અને અમેરિકાના અધિકારી કર્મચારીના માથામાં નજીવી ઇજા પહોંચ્યા બાદ કેસની તપાસ કરાઈ રહી છે.

અમેરિકન અધિકારીઓનું કહેવું છેકે ચીનમાંથી હજુ સુધી આવા બીજા કેસની માહિતી હજુ સુધી સામે આવી નથી. તેમણે કહ્યું કે અમેરિકન સરકાર આ કેસને ગંભીરતાથી લઇ રહ્યું છે અને ચીનમાં પોતાના અધિકારીઓને આ સમસ્યા અંગે માહિતી આપી દીધી છે. કહેવાય છે કે અમેરિકન કર્માચારી દક્ષિણ ચીનના ગોન્ઝાવમાં કાર્યરત હતા. અમેરિકન દૂતાવાસે ચીનમાં રહેતા અમેરિકન નાગરિકોને મોકલેલ એક ઇમેલમાં આ કહ્યું છે

ઉલ્લેખનીય છેકે ગયા વર્ષે અમેરિકાએ ખુલાસો કર્યો હતો કે કયુબામાં કાર્યરત તેના ૨૪ ડિપ્લોમેટસ અને તેના પરિવારના લોકો માથાની એક રહસ્યમય બીમારીની ઝપટમાં આવ્યા છે. કેનેડાના ૧૦ ડિપ્લોમેટસ અને તેના પરિવારજનો પણ આ અજીબોગરીબ બીમારીથી પીડાતા હતા. પેકિંગ સ્થિત અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ ઓળખ જાહેર ના કરવાની શરતે કહ્યું કે અમે અત્યારે હવાનાની ઘટના સાથે તેને જોડતા નથી પરંતુ તમામ સંભાવનાઓની તપાસ કરી રહ્યાં છીએ.

દૂતાવાસના સ્વાસ્થ્ય એલર્ટમાં કહેવામાં આવ્યું છેકે દૂતાવાસના કર્મચારીએ તાજેતરમાં જ ઝડપી અને અસ્પષ્ટ પરંતુ અસામાન્ય અવાજ અને દબાણ મહેસૂસ કરેલ. સંદેશમાં કહ્યું છે કે અમેરિકન સરકાર તેને ગંભીરતાથી લઇ રહ્યું છે.

દૂતાવાસની તરફથી રજૂ કરાયેલા સંદેશમાં કહ્યું છે કે જો ચીનમાં પ્રવાસ દરમ્યાન તમે કોઇપણ અજીબો પ્રકારના અવાજ કે દબાણને મહેસૂસ કરો છો તો અવાજનું કારણ જાણવાની જગ્યાએ સૌથી પહેલાં એવી જગ્યાએ જાઓ જયાં આ અવાજ ના હોય. સાથો સાથ નજીકના ડાઙ્ખકટરનો સંપર્ક કરો.(૨૧.૫)

(11:43 am IST)