Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

શું તમારી પાસે જયપુરમાં મકાન છે? તો ભાજપને ભાડે જોઇએ છે

રાજસ્થાન ચુંટણી આડે છ મહિનાઃ અમિતભાઇના વોરરૂમ અને નિવાસ માટે જયપુરમાં ધમધમાટઃ બધુ ધ્યાન રાજસ્થાન ઉપર

જયપુરઃ તા.૨૪, ભારતીય જનતા પાર્ટી આવનારી રાજસ્થાનની ચુંટણી માટે જયપુરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ માટે ભાડે મકાન ગોતી રહી છે નવેમ્બર-ડીસેમ્બરમાં યોજાનાર ચુંટણી આડે ૫-૬ મહિનાનો સમય વધ્યો છે ત્યારે ભાજપ દ્વારા '' વોર રૂમ'' માટે જયપુરના સી સ્કીમ અને જેએલએન માર્ગ ઉપર મકાન ભાડે રાખવાની કવાયત છે

 અમિતભાઇ આવતા અઠવાડીયાથી નિયમીત રીતે જયપુર આવવાના હોય તે પહેલા દિલ્હી ભાજપની ટીમે જયપુરમાં મકાન માટે ખોજ આદરી છે ભાડે રખાનાર મકાન એરપોર્ટથી નજીક અને શહેરથી થોડો દુર હોય તેવુ લોકેશન પસંદ કરવામાં આવી રહયું છે. આ ઉપરાંત ભાજપની રાષ્ટ્રીય આઇ.ટી. ટીમ માટે સી.સ્કીમ ખાતે બે ફલેટ ભાડે રાખી લેવાયા છે અને આઇટી ટીમ ટુંક સમયમાં અહિં સ્થળાતંર કરનાર હોવાનું પાર્ટીના એક નેતાએ જણાવેલ.

 જયારે-જયારે અમિતભાઇ રાજસ્થાનના પ્રવાસ આવશે ત્યારે તેઓ જયપુર સ્થિત ભાડાના મકાનમાં ઉતરશે અને પાર્ટીના કાર્યક્રમો અને અન્ય કામો માટે જયપુરના ભાજપ કાર્યાલયે મુલાકાત લેશેનું પણ એક ભાજપના અગ્રણી નેતાએ જણાવેલ . (૪૦.૨)

(11:40 am IST)