Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કોંગ્રેસ - JDSમાં ડખ્ખો સર્જવા ભાજપ સક્રિય

પદ વિહીન ધારાસભ્યો સામે સત્તા પદના પાસા ફેંકી ગઠબંધનમાં ગાંઠ પાડી શકે છે

નવી દિલ્હી તા. ૨૪ : બહુ ચર્ચિત કર્ણાટક ની ચૂંટણી મા ભાજપ નો ગેમ પ્લાન ભલે ઊંધો પડ્યો હોય પણ મોદી-અમિત ની જોડી હજુ આશા વિહીન બની નથી. એકવાર કર્ણાટક માં ગઠબંધન સરકાર બન્યાં બાદ પણ ભાજપ પદ વિહીન ધારાસભ્યો સામે સત્તા પદ ના પાસા ફેંકી ગઠબંધન માં ગાંઠ પાડી શકે છે અને હુકમ નો એક્કો સાબીત થઈ શકે છે.જો કે હાલ માં તો કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર યોજાઈ ગયો છે. પણ આ ગઠબંધન કેટલા દિવસો સુધી રહેશે? હજુ આ વિશે કંઈ કહી શકાય તેમ નથી. સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર, કર્ણાટકમાં ભાજપ ગઠબંધનને ધીમે-ધીમે અસ્થિર કરવાની યોજના બનાવી રહી છે. ભાજપનો એ પ્રયત્ન ચોક્ક્સ થી હોઇ શકે છે કે, આવતા વર્ષે એટલે કે ૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણી પહેલા તે ગઠબંધનની સરકારને અસ્થિર કરી દેશે. અસલમાં પાર્ટીને એ વાતનું સારી રીતે અનુમાન છે કે, જો કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન લોકસભા ચૂંટણી સુધી રહ્યું તો નિશ્ચિતપણે તે લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં ભાજપને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.(૨૧.૬)

(10:30 am IST)