Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સરકાર ખામોશ - પ્રજા પરેશાન : સતત ૧૧માં દિવસે ફરી વધ્યા પેટ્રોલ - ડીઝલના ભાવ : મુંબઈમાં પેટ્રોલ ૮૫ અને ડીઝલ ૭૨ રૂપિયાને પાર

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 11માં દિવસે પણ વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત 30 પૈસા અને ડીઝલની 19 પૈસા વધી છે. સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્ર્ના પરભણીમાં 87 રૂપિયા 27 પૈસે વેચાઇ રહ્યું છે. અહીંયા ડીઝલ 73.92 રૂપિયે લીટર વેચાઇ રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી રવિ પ્રસાદે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદો પર લાગેલી એક્સાઇઝ ડ્યૂટીથી થનારી કમાણીનો ઉપયોગ વિકાસના કામ જેવા કે હાઇવે અને નવા એમ્સ બનાવવા માટે થાય છે જે દેશના વિકાસ માટે જરૂરી છે. તેમણે એ પણ કહ્યું કે સરકાર પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ઉછાળાના લાંબાગાળાના સમાધાન પર કામ કરી રહી છે.

દેશના શહેરોમાં પેટ્રોલની કિંમતો (કિંમતો પ્રતિલીટર)

દિલ્હી- 77.47 રૂ., કોલકત્તા-80.12, મુંબઇ -85.29, ચેન્નાઇ- 80.42, ફરીદાબાદ- 78.24, ગુડગાંવ -77.99, નોએડા- 78.12, ગાઝિયાબાદ- 78.00, લખનઉ- 78.06, બેંગ્લોર- 78.73, ભોપાલ- 83.08, પટણા- 82.94

દેશના શહેરોમાં ડીઝલની કિંમતો (કિંમતો પ્રતિલીટર)

દિલ્હી- 68.53, કોલકત્તા -71.08, મુંબઇ- 72.96, ચેન્નાઇ- -72.35, ફરીદાબાદ-69.66, ગુડગાવ- 69.43, નોએડા- 68.73, ગાઝિયાબાદ- 68.59, બેંગ્લોર- 69.71, ભોપાલ-72.13, લખનઉ- 68.69, પટણા- 73.22

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી પી. ચિદમ્બરમે તેલની સતત વધતી કિંમતો અંગે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. પૂર્વ નાણામંત્રીએ દાવો કર્યો કે તેલની કિંમતો 25 રૂપિયે પ્રતિ લીટર સુધી ઓછી થઇ શકે છે પરંતુ સરકાર પોતાના ફાયદા માટે આ કિંમતો ઓછી નથી કરી રહ્યાં. ચિદમ્બરમે બુધવારે ટ્વિટર પર કહ્યું કે," કિંમતો 25 રૂપિયા સુધી ઓછી કરી શકાય છે પરંતુ સરકાર આવું નહીં કરે. તે પેટ્રોલની કિંમત એક બે રૂપિયા ઓછી કરીને લોકોને દગો આપશે.

(10:24 am IST)