Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

બેન્કનો કોઇ કર્મચારી કે અધિકારી આગામી 6 મહિના સુધી હડતાલ પર નહીં ઉતરી શકે

ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ લાગુ : બેન્કને સર્ક્યુલર મોકલ્યા

 

નવી દિલ્હી : સરકારે બેન્કિંગ સેક્ટરને જન ઉપયોગી સેવામા સમાવેશ કરીને તેના પર ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ લાગુ કર્યો છે. નિયમને લાગુ કર્યા બાદ જન ઉપયોગી સેવા સંબંધિત બધા કાયદા બેન્કિંગ સેક્ટર પર લાગુ થશે.

 ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ લાગુ કરવાની બાબતે નાણાકીય મંત્રાલય હેઠળ આવેલા નાણાકીય વિભાગે જાહેરનામુ બહાર પાડીને બધી બેન્કને સર્ક્યુલર મોકલ્યા છે. જેમા ઉલ્લેખ કરવામા આવ્યો છે કે, સરકારે બેન્કિગ સેક્ટરને જન ઉપયોગી સેવામા સમાવેશ કર્યો હોવાથી બેન્કનો કોઇ કર્મચારી કે અધિકારી આગામી 6 મહિના સુધી હડતાલ પર નહીં ઉતરી શકે. નવો નિયમ બેંક પર આગામી તા. 21 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

સર્ક્યુલર બાબતે નાણાકીય વિભાગ તરફથી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર, એસબીઆઇના ચેરમેન, રાષ્ટ્રીય બેન્કના એમડી અને સીઇઓ તેમજ ઇન્ડિયન બેન્ક એસોસિએશનને જાણકારી આપવામા આવી છે. નિયમ દેશની તમામ સરકારી બેંકની સાથે- સાથે પ્રાઈવેટ બેન્ક પર પણ લાગુ થશે. દેશની પ્રાઈવેટ બેન્ક જેવી કે, HDFC બેન્ક, ICICI બેન્ક, AXIS બેન્ક, ફેડરલ બેન્ક, HSBC બેન્ક, સ્ટેચાર્જ અને સીટી બેન્ક પર પણ નિયમ લાગુ થશે. જ્યારે કોટક બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને યસ બેન્કને પર નિયમ લાગુ નહીં થાય.

(12:19 am IST)