Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોરોના સામે લડવા પાડોશી દેશોને માગ્યા વિના સેનાની મદદ નહીં મળે : કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં સેના મોકલવાની કોઈ યોજના નથી

નવી દિલ્હી : અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ભારતીય સેનાની મદદ માગી રહ્યું છે. જોકે આ માટે રક્ષા મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં નનૈયો ભણી દીધો હતો. આ વાતને સ્પષ્ટ કરતાં રક્ષા મંત્રાલય દ્રારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં કોરોના વાઈરસ મહામારી સામે લડવા માટે ભારતીય સેનાને મોકલવાની કોઈ પણ પ્રકારની યોજના નથી.

સેનાની મેડિકલ ટીમોને મોકલવાના રિપોર્ટ પર પ્રકાશ પાડતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, અમે રેપિડ રિસ્પોન્સ ટીમો (RRT)ને મોકલવા અંગેનો જવાબ આપ્યો છે. ઉદાહરણની રીતે માલદીવ અને કુવૈત જેવા દેશોમાં. આ ટીમોમાં ડોક્ટર નર્સ અને પેરામેડિકલની ટીમોનો સમાવેશ થાય છે. RRT તુરંત જ મિત્ર દેશોમાં મોકલી શકીએ છીએ. જો તેઓ માંગણી કરે છે તો. વિદેશ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું કે, જો તેમની જરૂર પડશે તો અમે તેમને સ્ટેન્ડબાઈ પર રાખ્યા છે.

 શુક્રવારે અફઘાનિસ્તાનની સુરક્ષા પરિષદના પ્રવક્તા જાવિદ ફૈસલે સાઉદી અરબની મીડિયાને કહ્યું કે, કાબૂલ તરફથી આવી કોઈ પણ અરજ નથી કરવામાં આવી. ન તો દિલ્હી તરફથી આવી કોઈ સલાહ આપવામાં આવી છે. આ રિપોર્ટ નહીં પણ ધારણાઓ જ ખોટી છે.

(9:18 pm IST)