Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

દેશમાં કોરોના કુલ કેસ ૨૩ હજારને પાર : ૭૨૫ના મોત

મધ્યપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા ૬ હજારને પાર : રાજસ્થાનમાં ૩૬ નવા કેસ નોંધાતા કુલ કેસ ૨૦૦૦

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં છેલ્લા ૫ દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ૭ હજારનો વધારો નોંધાયો છે. ગઇકાલે ૧૬૬૭ કેસ સામે આવ્યા છે. એક દિવસમાં આ દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે તે પહેલા ૧૯ એપ્રિલે સૌથી વધુ કેસ મળ્યા હતા. ૧૮ એપ્રિલે દેશમાં ૧૫,૭૨૪ દર્દી હતા. એટલે ૫ દિવસમાં ૪૬.૫૨ ટકાનો વધારો થયો છે. આજે રાજસ્થાનમાં ૩૬, પ.બંગાળમાં ૫૮, બિહારમાં ૬, ઓડિશામાં ૧ કેસ નવા નોંધાયા છે. કર્ણાટકમાં ૧૮ નવા કેસ નોંધાયા છે.

દેશમાં બપોર સુધીમાં રાજસ્થાનમાં ૧, આંધ્રપ્રદેશમાં ૨, કર્ણાટકમાં ૧ એમ કુલ ૪ના મોત થયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક ૭૨૫ થયો છે.

મધ્યપ્રદેશમાં ગઇકાલે ૧૮૪ સંક્રમિત મળ્યા. ઇન્દોરમાં ૧૦૬, ભોપાલમાં ૨૦, ખરગામમાં ૧૦ અને ઉજ્જૈનમાં પ્રથમવાર એક દિવસમાં ૩૫ દર્દી નોંધાયા છે. મુંબઇ, અમદાવાદ અને દિલ્હી બાદ આ ચોથું શહેર છે જ્યાં સંક્રમિતોનો આંકડો ૧૦૦૦ને પાર ગયો છે. બીજી બાજુ ભોપાલમાં કોરોના દર્દીઓની સંખ્યા ૩૨૩ થઇ ગઇ છે.

યુપીમાં ૬૧ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કુલ સંક્રમિતોમાં તબલીગી જમાતીઓની સંખ્યા ૧૦૦૪ છે. રાજ્યમાં ૨૦૬ દર્દી સ્વસ્થ થયા છે. જ્યારે ૨૪ ના મોત થયા છે. રાહતની વાત એ છે કે ૧૧ જિલ્લા કોરોના મુકત થઇ ચુકયા છે.

મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં રેકોર્ડ ૭૭૮ પોઝીટીવ મળ્યા છે તે પહેલા ૨૧ એપ્રિલે ૫૫૨ દર્દીઓની રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ગઇકાલે ૧૪ના મોત થયા હતા. તેમાં મુંબઇમાં ૬, પુણેમાં ૫ અને નંદુરબાર, નવી મુંબઇ અને ધુલેમાં એક-એક મોત થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં ૨૮૩ના મોત થયા છે.

રાજસ્થાનમાં ગઇકાલે ૭૬ સંક્રમિત મળ્યા તેમાં જોધપુરમાં ૨૦, જયપુરમાં ૧૨, નાગૌરમાં ૧૦, કોટામાં ૪ અને હનુમાનગઢમાં ૨ જ્યારે અજમેરમાં એક દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો.

દિલ્હીના જહાંગીરપુરમાં ૪૬ કોરોના પોઝીટીવ મળ્યા છે ત્યારબાદ લોકોને અવરજવર બંધ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા ૨૨૪૪એ પહોંચી છે. બિહારમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધુ ૧૯ કેસ સામે આવ્યા.

ગુજરાતમાં ૨૧૭ કોરોના સંક્રમિત મળ્યા જ્યારે ૯ના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા ૨૬૨૪એ પહોંચી છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય

કુલ કેસ 

મૃત્યુઆંક

મહારાષ્ટ્ર

૬૪૨૭

૨૮૩

તામિલનાડુ

૧૬૮૩

૨૦

દિલ્હી

૨૩૭૬

૫૦

રાજસ્થાન

૨૦૦૦

૨૯

તેલંગાણા

૯૭૦

૨૫

મધ્યપ્રદેશ

૧૬૮૭

૮૩

ઉત્તરપ્રદેશ

૧૫૧૦

૨૪

આંધ્રપ્રદેશ

૯૫૫

૨૯

ગુજરાત

૨૬૨૪

૧૧૨

કેરળ

૪૪૭

જમ્મુ-કાશ્મીર

૪૩૪

કર્ણાટક

૪૬૩

૧૮

હરિયાણા

૨૭૦

પંજાબ

૨૮૩

૧૭

પ.બંગાળ

૫૧૪

૧૫

બિહાર

૧૮૨

ઓડિશા

૯૦

ઉત્તરાખંડ

૪૭

-

આસામ

૩૬

હિમાચલપ્રદેશ

૪૦

ચંદીગઢ

૨૭

-

છત્તીસગઢ

૩૬

-

લદ્દાખ

૧૮

-

ઝારખંડ

૫૩

અંદામાન નિકોબાર

૨૨

-

પોંડીચેરી

-

મણિપુર

-

ત્રિપુરા

-

અરૂણાચલપ્રદેશ

-

મિઝોરમ

-

મેઘાલય

૧૨

(3:22 pm IST)