Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

આસારામના ચુકાદા પૂર્વે જોધપુર પોલીસ છાવણીમાં ફેરવાયું : 378 લોકોની અટકાયત : ત્રણ રાજ્યોમાં સઘન સુરક્ષા ગોઠવાઈ

-રાજસ્થાન,હરિયાણા અને ગુજરાત પોલીસ તંત્ર એલર્ટ :જોધપુરમાં કલમ 144 લાગુ ;ચુસ્ત બંદોબસ્ત

 

જોધપુર :દુષ્કર્મ કેસના આરોપી આસારામ સામે જોધપુરમાં કાલે ચુકાદો આવનાર છે.ત્યારે ચુકાદા પૂર્વે જોધપુર પોલીસ છાવણીમાં ફેરવાયું છે પંચકુલા જેવી સ્થિતિ ના સર્જાઈ તેની  તકેદારી રૂપે જોધપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ અત્યાર સુધીમાં 378 લોકોની અટકાયત કરી છે. રાજસ્થાન પોલીસે સીઆરપીસીની કલમ 151 અને 107 અંતગર્ત  લોકોને 28 એપ્રિલ સુધી કસ્ટડીમાં લીધા છે.

   કાયદો અને વ્યવસ્થા માટે આસારામના અનુયાયીઓ જોખમી માનતા જોધપુર પોલીસે કલમ 144 પણ લાગુ કરી દીધી છે. ડીજીઆઈ (જેલ) વિક્રમ સિંહના જણાવ્યા પ્રમાણે ચુકાદાના દિવસ માટે બધી તૈયારીઓ કરી લીધી છે. જેલ પરિસરમાં બનાવેલા કોર્ટ રૂમમાં કોર્ટના કર્મચારીઓ સહિત મેજિસ્ટ્રેટ, આસારામ અને સહ આરોપી, ઉપરાંત બંને પક્ષના વકિલો હાજર રહેશે.

   જોધપુર સેન્ટ્રલ જેલમાં બુધવારે આસારામ સામે જાતિય સતામણી કેસમાં કોર્ટ ચુકાદો આપશે. જેના પગલે આખા જોધપુર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. આસારામના સમર્થકો ચુકાદા બાદ ઉપદ્રવ કરે ધ્યાનમાં રાખીને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના ખુણે ખુણે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. રેલવે સ્ટેશન પર પોલીસ અને રેલવે સુરક્ષા દળના જવાનો તૈનાત કરાયા છે. શહેરમાં આવવા જવાના રસ્તાઓ ટોલનાકા ઉપર સુરક્ષા વધારી દેવાઇ છે.

   જોધપુર પોલીસની ટીમો શહેરમાં પ્રવેશ કરનારા રસ્તાઓ ઉપર તૈનાત છે. દરેક ટોલ પ્લાઝા ઉપર વાહનોને રોકી તપાસ કર્યા પછી આગળ જવા દેવામાં આવે છે. જોધપુર રેલવે સ્ટેશનમાં ઉપરાંત આજુબાજુના સ્ટેશનોમાં પણ રેલવે સુરક્ષા દળોની સુરક્ષા વધારાઇ છે. પોલીસના જવાનો પણ સ્ટેશન ઉપર તૈનાત કરાયા છે. જેથી આસારામના સમર્થકોની ભીડ શહેરમાં પ્રવેશ કરી શકે.

   જોધપુર શહેરમાં આસારામના બે આશ્રમ આવેલા છે. પોલીસે બંને આશ્રમો ઉપર પોલીસની વોચ ગોઠવી દીધી છે. આશ્રમની દેખરેખ કરનાર લોકો ઉપરાંત દરેક લોકોને આશ્રમમાંથી બહાર કરી દીધા છે.

   પરિસ્થિતિ વચ્ચે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં સુરક્ષા વધારે ચુસ્ત કરવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મેસેજ રજૂ કર્યો છે કે, ત્રણ રાજ્યોમાં સુરક્ષા વધારે મજબૂત કરવામાં આવે. સાથે સુનિશ્વિત કરવાનું કહ્યું છે કે, કોર્ટના આદેશ બાદ કોઇ હિંસા ભડકે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ રાજ્યોના સંવેદશીલ સ્થળો ઉપર વધારાના દળો તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્રણે રાજ્યોમાં મોટી સંખ્યામાં આસારામના ભક્તો રહે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ પર ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીરા સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. આ યુવતી મધ્ય પ્રદેશની છિંદવાડાના આસારામના આશ્રમમાં અભ્યા કરી હતી. પીડિતાનો આરોપ છે કે, આસારામે જોધપુર નજીક મનઇ આશ્રમમાં તેને બોલાવી હતી અને 15 ઓગસ્ટ 2013માં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પીડિતાના ઘરે બે પોલીસ કર્મચારીની ડ્યુટી વધારી દેવાઇ છે. પીડિતાના ઘરની બહાર સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.

(11:09 pm IST)