Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

છેડતી કરનાર યુવકને ''ઓન ધ સ્પોટ 'સજા : યુવતીએ યુવકનું ગુપ્તાંગ જ કાપી નાખ્યું : ઉત્તરપ્રદેશની ઘટના

છેલ્લા 15 દિવસથી આવતા જતા અશ્લીલ કોમેન્ટ અને છેડતી કરતા યુવતીએ પીતો ગુમાવ્યો

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં છેડતી કરનારા યુવકને ઓન ધ સ્પોટ સજા મળી છે યુવતીએ યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યાની ઘટના બની છે યુપીના કોશામ્બી જિલ્લામાં પાડોશમાં રહેતો એક યુવક રોજ યુવતીની છેડતી કરતો હતો એક દિવસ જ્યારે મામલો હદ વટાવી ગયો ત્યારે યુવતીએ આરોપીને ઓન ધ સ્પોટ સજા આપી હતી હાલમાં યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેની હાલતમાં સુધારો થતા આગળ કાર્યવાહી કરવામાં આવશે.

  મળતી માહિતી મુજબ કૌશામ્બી જિલ્લાના સરાય અકિલ પોલીસ સ્ટેશન સ્થિત એક ગામમાં વીરેન્દ્ર નામનો યુવક એક યુવતીને છેલ્લા 15 દિવસથી પરેશાન કરી રહ્યો હતો. આવતા જતા તેના ઉપર અશ્લીલ કોમેન્ટ પસાર કરતો હતો. યુવતીની છેડતી કરતો હતો.

   યુવતીએ પોલીસને જણાવ્યું કે વીરેન્દ્ર નશામાં ચૂર રહેતો હતો આથી તેણે પહેલા તો તેને સમજાવવાની કોશિશ કરી. પરંતુ પછી ઘટનાના દિવસે આરોપી તેના ઘરમાં જબરદસ્તીથી ઘૂસી ગયો. તે સમયે ઘરમાં યુવતી એકલી જ હતી. તેણે વીરેન્દ્રને પહેલા તો સમજાવવાની કોશિશ કરી. તો પણ વીરેન્દ્ર સમજ્યો નહીં અને તેણે યુવતી પર જબરદસ્તી કરવાની કોશિશ કરી.

  ઘટના બાદ યુવતી સરાય અકિલ પોલીસ સ્ટેશન પહોંચી.પહેલા તો પોલીસકર્મીએ તેના હાથમાં લોહી જોઈને હેબતાઈ ગયાં. પરંતુ પછી જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે એક ટીમ આરોપીને પકડવા માટે પહોંચી અને તેને હોસ્પિટલ લઈ જવાયો. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. એસપી પ્રદીપ ગુપ્તાના જણાવ્યાં મુજબ તેમને ઘટનાની જાણકારી મળી છે અને તેઓ મામલાની તપાસ કરાવી રહ્યાં છે.

 

(2:21 pm IST)
  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST

  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST