Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઇન્‍દોરમાં મોડેલ યુવતીનું સ્‍કર્ટ ખેંચીને બતાવો તેની નીચે શું છે ? તેમ કહીને બે યુવકોઅે અશ્લીલ હરકતો કરતા ખળભળાટ

ઇન્‍દોરઃ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં એક મોડેલ સાથે જાહેરમાં અશ્લીલ હરકતનો મામલો સામે આવ્યો છે. બે યુવાનોએ ચાલતી ગાડી પર મોડેલનું સ્કર્ટ ખેંચવાનો પ્રયત્ન કર્યો, જેનાથી તે ઘાયલ થઇ ગઇ.

ઇન્દોરનું આ મોડેલએ સોશિયલ મીડિયા પર તેની સાથે થયેલી આ શર્મજનક માહિતીને શેર કરી છે. મોડેલે એક પછી એક ઘણી ટ્વીટ્સ લખી છે, 'હું મારા સ્કૂટર પર જઇ રહી હતી ત્યારે બે યુવાનોએ મારા સ્કર્ટને ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે બતાઓ તેની નીચે શું છે? મે તેમને રોકવા માટે પ્રયાસ કર્યો ત્યારે મારી ગાડીનું સંતુલન ખોરવાયુ અને હું અકસ્માતનો ભોગ બની.

મોડેલે અન્ય ટ્વીટમાં લખ્યુ છે કે ,"આ ઘટના ઇન્દોરના બીજી રોડ પર બની, પરંતુ કોઈએ પણ તેને અટકાવવાનો પ્રયત્ન ન કર્યો. તે ભાગી ગયા અને હું તેમની ગાડીના નંબર પણ ન જોઇ શકી.

યુવતિએ વધુ એક ટ્વિટ લખ્યું છે કે ઘટના સ્થળ આસપાસ ક્યાંય પણ સીસીટીવી લાગેલા ન હતા. યુવતિએ લખ્યું કે આજે તે આ કેસની પોલીસ ફરિયાદ કરશે.

(9:19 am IST)