Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

એ ૫ કલાક દાઢીવાળા મહાત્મા સાથે રહેલ!! મહાત્માએ કહ્યું આને શા માટે લાવ્યા? હજુ સમય બાકી છેઃ પાછો લઇ જાવ!!

પાંચ કલાક પછી અંતિમ સંસ્કારની તૈયારી સમયે જ અચાનક રામકિશોરનું શરીર હલવા લાગ્યું ને બેઠો થયો!!

લખનૌ તા. ૨૩ : ઉત્તરપ્રદેશના અલીગઢના અતરૌલીના કિરથલ ગામમાં અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે અહિ એક વ્યકિત અવસાન થયાનાં પાંચ કલાક પછી ફરીથી જીવીત થયો હતો.એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યાનુસાર અલીગઢના અતરૌલીમાં કિરથલ ગામના રહેવાસી રામકિશોરનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું. તેની હાલત ઠીક હતી અને અચાનક જ તેનું અવસાન થવાથી પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થયો હતો રામકિશોરના અવસાનની પરિવારના દરેક સભ્યને જાણ કરવામાં આવી હતી. આથી તેના ઘરે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.

પરિવારે રામકિશોરના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવાની શરૂ કરી હતી. આ દરમિયાન મૃતકના શરીરમાં હલનચલન થવા લાગ્યું હતું. આ જોઈ દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયાં હતાં. આ દરમિયાન અચાનક જ રામકિશોર ઉભો થયો હતો અને કહ્યું કે તે હવે એકદમ સ્વસ્થ છે. ભૂલથી તેને ઉપર લઈ ગયાં હતાં. હવે પરત મોકલ્યો છે.

રામકિશોરને જીવીત જોઈને ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું હતું. પરિવારના ચહેરા પર ખુશી છવાયેલી હતી. જેમણે પણ આ કિસ્સો સાંભળ્યો તે રામકિશોરને જોવા માટે ઘરે આવવા લાગ્યાં હતાં. અનેક લોકો આ પાંચ કલાક દરમિયાન શું થયું તે જાણવા ઈચ્છતા હતાં. અનેક લોકોને આ ઘટના પર વિશ્વાસ જ થતો નહોતો. હાલ આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

(3:54 pm IST)