Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

આ વર્ષે નાથુ...લા... રસ્તાથી માનસરોવર યાત્રા

ભારત - ચીન સહમત : સુષ્મા સ્વરાજ-વાંગ યી વચ્ચે ફળદાયી મંત્રણા

નવી દિલ્હી, તા. ર૩ : ભારત-ચીન બંને વચ્ચે માનસરોવર યાત્રાના રસ્તા અંગે સમજૂતિ સધાઇ ગઇ છે. સિક્કમીના નાથુ-લા-માર્ગે કૈલાસ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થશે.

વિદેશ મંત્રાલયે ગઇકાલે આ બાબતને સમર્થન આપ્યું હતું. લગભગ ૧૦ મહીના પહેલા ડોકલામમાં ઉભી થયેલ અશાંતિને કારણે ઉપરોકત રસ્તે માનસરોવર યાત્રાને રોકી દેવાઇ હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને ચીનના વિદેશમંત્રી વાંગ-યી વચ્ચે મહત્વની મંત્રણા ગઇકાલે થઇ હતી અને બંને દેશો વચ્ચે ઉપરોકત માર્ગ અંગે સમજૂતિ સાધી શકાઇ છે.

બંન્નેની સંયુકત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી અને તેમાં ઉમેરાયું હતું કે આનંદની વાત છે કે આ વર્ષે નાથુ-લા-માર્ગે કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થઇ રહી છે. (૮.૬)

 

(11:54 am IST)