Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઉમા ભારતીનો યોગી સરકારને સ્ફોટક પત્ર : યુપીમાં ગૂંડાઓને કારણે ભાજપ નેતાના જીવ જોખમમાં

યુપીમાંથી ગૂંડા ભાગી છૂટયા છે : અમિતભાઇ : તાકીદે સુરક્ષા આપવા માંગણી : ગૂંડો લેખરાજ અંગે જણાવ્યું : ફોજદાર સાથેનો વીડીયો વાયરલ : સસ્પેન્ડ

લખનૌ, તા. ર૩ : યુપીમાં શનિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઇ શાહે રાયબરેલીમાં એક રેલીને સંબોધતા જાહેર કર્યું હતું કે, યોગી સરકાર સત્તામાં આવ્યા બાદ ગુંડાઓ યુપી છોડી ભાગી ગયા છે.

અને તે જ દિવસે કેન્દ્રીય મંત્રી અને ઝાંસીના સાંસદ ઉમાભારતીએ મુખ્યમંત્રી યોગીને એક પત્ર પાઠવી ઝાંસીના બે ભાજપ નેતાઓના જીવને જોખમ હોવાનું જણાવી આ બંન્ને નેતાઓને સુરક્ષા આપવા માંગણી કરી હતી.

આ બંન્ને નેતાઓને સપાના એક નેતા અને એક ફરાર હીસ્ટ્રીશીટરથી ખતરો હોવાનું પણ ઉમાભારતીએ ઉમેર્યું છે.

અત્રે એ નોંધનીય છે કે પોલીસ સાથેની અથડામણ દરમિયાન મઉરાનીપુર પોલીસ ક્ષેત્રમાં બુટલેગર લેખરાજસિંહ ભાગી છૂટયો હતો અને તેની અને એક ફોજદાર વચ્ચેની વાતચીતનો ઓડીયો વાયરલ થતા પોલીસ બેડામાં હલચલ મચી ગઇ હતી. આ પછી ફોજદાર સુનિતસિંહને નોકરીમાંથી કાઢી મૂકાયો છે.

દરમિયાન ફરાર લેખરાજ હજુ પકડાયો નથી અને જે વિડીયો વાયરલ થયો તેમાં ફોજદાર આ બુટલેગર લેખરાજને ભાજપ ધારાસભ્ય રાજીવસિંહ પારી છે અને જીલ્લા પ્રમુખ સંજય દૂબેની રેકી કરવાનું કઇ રહ્યો હતો. અને પરીણામે આ બન્નેની જાનજોખમમાં હોવાનું ઉમાભારતીએ મુખ્યમંત્રી યોગીને લખેલ એક પત્રમાં જણાવી તાકીદે સુરક્ષા આપવા માંગણી કરી છે.

 

(11:53 am IST)