Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નાયડુએ CJI વિરૂધ્ધ મહાભિયોગ પ્રસ્તાવને ફગાવી દીધો

કોંગ્રેસ સહિતના વિપક્ષે કરેલી મહાભિયોગની દરખાસ્ત પર વ્યાપક વિચાર - વિમર્શ કર્યા બાદ લીધો નિર્ણયઃ હવે શું? : મહાભિયોગ પ્રસ્તાવ રદ્દ કરવા અંગે નાયડુએ ૧૦ પેજના આદેશમાં ૧૦ કરતા વધુ કારણો આપીને રદ્દ કર્યો પ્રસ્તાવ

નવી દિલ્હી તા. ૨૩ : ભારતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને હટાવા સાથે જોડાયેલા સાત પક્ષોના મહાભિયોગના પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ વ્યાપક વિચાર વિમર્શ બાદ ફગાવી દીધો છે. શુક્રવારે રાજનૈતિક પક્ષો પાસેથી આ અંગે નોટીસ મળ્યા બાદ નાયડુ ૪ દિવસની રજા પર આંધ્ર ગયા હતા પરંતુ મામલાની ગંભીરતા જોઇને તેઓ ગઇકાલે જ દિલ્હી પાછા ફર્યા હતા. આજે ઉપરાષ્ટ્રપતિએ આ અંગે નિર્ણય કર્યો. કોંગ્રેસના નેતૃત્વમાં સાત પક્ષોમાં જસ્ટિસ દિપક મિશ્રા વિરૂધ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિને આપ્યો હતો. જે એક અભૂતપૂર્વ પગલું હતું. સુપ્રીમના ચીફ જસ્ટિસ વિરૂધ્ધ કયારેય પણ મહાભિયોગ પ્રસ્તાવ આવ્યો નથી. કાયદાના નવા જાણકાર તેને અભૂતપૂર્વ પગલુ ગણાવી રહ્યા હતા. વરિષ્ઠ વકીલ ફાલી નરીમને તેને કાળો દિવસ ગણાવ્યો હતો.

શના રાજકારણમાં હાલ CJI દીપક મિશ્રાનો મુદ્દો ખૂબ જ ચર્મામાં છે. જેના કારણે રાજકીય પક્ષોથી લઈ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ અસંજસમાં છે. આ મામલે હાલમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ CJI દીપક મિશ્રાને પદ ઉપરથી હટાવવાને લઇને કોંગ્રેસ અને બીજા પક્ષો તરફથી આપવામાં આવેલી નોટિસ ઉપર બંધારણવિદો અને કાયદા વિશેષજ્ઞોથી વિચાર-વિમર્શ કર્યો હતો.

આ અંગે રાજયસભા સચિવાલયના અધિકારીઓના અનુસાર, નાયડૂએ અરજીને મંજૂર કરવી કે નકારવા એ અંગે વિશેષજ્ઞ સુભાષ કશ્યપ, પૂર્વ કાયદા સચિવ પીકે મલ્હોત્રા સહિતના અન્ય વિશેષજ્ઞોની કાયદાકિય સલાહ લીધી હતી. તેમજ તેમણે કે.કે વેણુગોપાલ સાથે પણ ચર્ચા કરી હતી. જેના પર એવું માનવામાં આવી રહ્યું છે કે, નાયડૂ ટૂંક સમયમાં વિપક્ષી દળોની નોટિસ ઉપર નિર્ણય આપશે. નાયડૂ જો નોટિસનો સ્વીકાર કરે છે તો પ્રક્રિયાનાં નિયમો અનુસાર વિપક્ષી દળો દ્વારા લગાવાયેલા આરોપોની તપાસ કરવા માટે તેમને કાયદા નિષ્ણાંતોની ત્રણ સભ્યોની એખ સમિટીની રચનાં કરવી પડશે.

(4:29 pm IST)