Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

પુણે : ઓશો આશ્રમમાં ઘુસી પોલીસઃ અનુયાયીઓ પર હળવો બળપ્રયોગ થયો

પુણે :  પુણેમાં બુધવારે ઓશો આશ્રમમા ઘુસીને પોલીસે અનુયાયીઓ ઉપર લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં એકને ઇજા થવા પામી હતી. ઓશોના ૭૦મા સંબોધીત દિવસ પર યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનેક લોકો આશ્રમ પર પહોંચ્‍યા હતા. તેઓને આશ્રમમાં પ્રવેશ કરતા રોકી દેવાયા હતા. આરોપ છે કે ઓશોની માળા પહેરીને આવેલા લોકોને અંદર જવા દેવાયા ન હતા. આશ્રમના મેનેજમેન્‍ટ તરફથી સુરક્ષા કર્મચારીઓને કડક નિર્દેશો અપાયા હતા. કોઇને અંદર આવવા ન દેવા આમ છતાં હજારોની સંખ્‍યામાં ભેગા થયેલા લોકો પરાણે ઘુસ્‍યા, જે પછી પોલીસને બોલાવવામાં આવી અને પોલીસે કહેવા છતા લોકો બહાર ન નીકળ્‍યા અને ધરણા ઉપર બેસી ગયા હતા. લોકોનો આરોપ છે ટ્રસ્‍ટી અને મેનેજમેન્‍ટના સભ્‍ય ગેરકાયદેસર રીતે વેચવાનું ષડયંત્ર કરી રહયા છે. સાથો સાથ ટ્રસ્‍ટે બોમ્‍બે હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યુ છે આ ક્રમમાં પોલીસે લાઠીચાર્જ કયો અને અનુયાયીઓ હટાવ્‍યા હતા જેમાં ૧ ને ઇજા થઇ હતી.

(4:06 pm IST)