Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મુંબઈના માહિમ બીચ દરગાહ પાસે ડીમોલેશનઃ રાજ ઠાકરેએ આપ્‍યું હતું અલ્‍ટીમેટમ

મુંબઈ, તા.૨૪: મુંબઈના માહિમ બીચ પર સ્‍થિત મખદૂમ શાહ દરગાહ પાસે ગેરકાયદેસર અતિક્રમણ પર સરકારે બુલડોઝરની કાર્યવાહી કરી છે. બુધવારે જ MNS પ્રમુખ રાજ ઠાકરેએ સરકારને ચેતવણી આપી હતી કે જો આ ગેરકાયદે દરગાહને હટાવવામાં નહીં આવે તો તે તેની બાજુમાં ગણપતિ મંદિર બનાવશે.

મુંબઈમાં માહિમ બીચ પર સ્‍થિત મખદૂમ શાહ દરગાહ પાસેના ગેરકાયદે કબજા પર સરકારે બુલડોઝર ચલાવ્‍યું છે. બુધવારે જ MNS પ્રમુખ રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો દરગાહને તોડી પાડવામાં નહીં આવે તો તેની બાજુમાં મંદિર બનાવવામાં આવશે. આજે સવારથી જ અહીં મોટી સંખ્‍યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્‍યા હતા અને ત્‍યારબાદ બુલડોઝર અને મજૂરોની મદદથી દરગાહ પાસેના ગેરકાયદેસર અતિક્રમણને તોડી પાડવામાં આવ્‍યું હતું. પ્રશાસને માહિમ બીચ પર ભારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દીધો છે. કાટમાળને બહાર કાઢવા માટે મોટી સંખ્‍યામાં ટ્રકો અંદર મોકલવામાં આવી છે.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે બે વર્ષ પહેલા આ દરગાહનું અસ્‍તિત્‍વ જ નહોતું તેથી દરગાહને તોડી પાડવી જોઈએ. રાજ ઠાકરેએ ગુડી પડવાના દિવસે મહારાષ્‍ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન જાહેર સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ધમકીભર્યા સ્‍વરમાં કહ્યું હતું કે, જો એક મહિનામાં આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો તેઓ તેની બાજુમાં ગણપતિ મંદિર બનાવી દેશે. તેમણે સીએમ શિંદે અને ડેપ્‍યુટી સીએમ ફડણવીસને આ મામલામાં ઝડપી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું. તેમણે કહ્યું કે અઢી વર્ષ પહેલા સુધી અહીં કોઈ બાંધકામ થયું ન હતું.(

(1:13 pm IST)