Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મોદીને ઊંઘ ન આવવાની બીમારી છેઃ તેમણે ડોક્‍ટરને બતાવવું જોઈએ, દવા લેવી જોઈએ

રાજધાની દિલ્‍હીના જંતર-મંતર પર ‘મોદી હટાઓ, દેશ બચાઓ' રેલીને સંબોધિત કરતી વખતે અરવિંદ કેજરીવાલનો કટાક્ષકયારેય તેમને હસતા જોયા છે? આખો દિવસ ચિડાયેલા રહે છે. ગુસ્‍સો આવેલો જ હોય છે, આને જેલમાં નાખો, તેને જેલમાં નાખો

નવી દિલ્‍હી, તા.૨૪: દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્‍દ્રભાઇ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાજધાની દિલ્‍હીના જંતર-મંતર પર મોદી હટાઓ, દેશ બચાર્ઓીં રેલીને સંબોધિત કરતી વખતે અરવિંદે કેજરીવાલે એ પણ કહ્યું કે મોદીને ઊંઘ ન આવવાની બીમારી છે. તેમણે ડૉક્‍ટરને બતાવવું જોઈએ, દવા લેવી જોઈએ. કેજરીવાલે કહ્યું કે ઊંઘ ન આવવાને કારણે તે ચિડાયેલા રહે છે અને બધાને જેલમાં નાખી રહ્યા છે.

દિલ્‍હીમાં મોદી વિરુદ્ધ પોસ્‍ટર ચોંટાડવાને લઈને કેટલાક લોકોની ધરપકડનો ઉલ્લેખ કરતા પીએમ પર હુમલા કર્યા. તેમણે કહ્યું કે અંગ્રેજોએ પણ પોસ્‍ટર ચોંટાડવા માટે કોઈની ધરપકડ નહોતી કરી. તેમણે કહ્યું કે મોદી એટલા બધા ગભરાયેલા અને અસુરક્ષિત છે કે પોસ્‍ટર ચોંટાડનારાને પણ જેલમાં નાખી રહ્યા છે. કેજરીવાલે આગળ કહ્યું, મને એક બીજેપીવાળો મળ્‍યો તેણે કહ્યું કે સર મોદીજી ૧૮ કલાક કામ કરે છે. તેણે કહ્યું ત્રણ જ કલાક સૂએ છે. મેં કહ્યું એટલું ઊંઘવાથી તો કામ ન થાય. તેણે કહ્યું તેમને દૈવીય શક્‍તિ મળી છે. મેં કહ્યું અરે ગાંડા આને દૈવીય શક્‍તિ નહીં, ઊંઘની બીમારી કહેવાય છે. પીએમને કહો બરાબર ઊંઘ પૂરી કરે. ઊંઘ ન આવે તો ઊંઘ આવે તેને માટે ગોળીઓ લીધા કરે. કોઈક સારા ડૉક્‍ટરને બતાવી દો.

કેજરીવાલે કહ્યું, જો વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી પૂરતી ઊંઘ નહીં લે તો આખો દિવસ ચિડાયેલા રહે છે. કયારેય તેમને હસતા જોયા છે? આખો દિવસ ચિડાયેલા રહે છે. ગુસ્‍સો આવેલો જ હોય છે, આને જેલમાં નાખો, તેને જેલમાં નાખો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વડાપ્રધાન સ્‍વસ્‍થ રહે. વડાપ્રધાન સ્‍વસ્‍થ રહેશે ત્‍યારે જ તો દેશ પ્રગતિ કરશે. કેજરીવાલે વૉટ્‍સએપ મેસેજનો હવાલો આપતા કહ્યું કે પીએમ મોદીને  ‘ચોરોના સરદારી' સુદ્ધા કહેવામાં આવ્‍યા. શરાબ ગોટાાળા મામલે ધરપકડાયેલ મનીષ સિસોદિયાનો બચાવ કરતા કેજરીવાલે કહ્યું કે તેમના ઘરે કોઈ પૈસા નથી મળ્‍યા. કેજરીવાલે કહ્યું કે મોદી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નથી, માત્ર કબે છે કે તેમની પાર્ટીમાં આવીને નેતાઓ ભ્રષ્ટાચાર કરે.

રેલીને કેજરીવાલ સિવાય પંજાબના સીએમ ભગવંત માન, રાજ્‍યસભા સાંસદ સંજય સિંહ, દિલ્‍હીના મંત્રી ગોપાલ રાયે પણ સંબોધિત કર્યા. આમ આદમી પાર્ટીએ  મોદી હટાઓ, દેશ બચાઓ નામે દેશવ્‍યાપી અભિયાન ચલાવવાની વાત કહી છે. આને આગામી લોકસભા ચૂંટણી સુધી જાળવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેજરીવાલની આ રેલીને ૨૦૨૪ લોકસભા ચૂંટણી માટે કેમ્‍પેઈનની શરૂઆત તરીકે જોવામાં આવે છે. આમ આદમી પાર્ટી કેજરીવાલને મોદીના વિકલ્‍પ તરીકે રજૂ કરવામાં લાગેલી છે.

(11:46 am IST)