Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ભ્રષ્ટાચારના આરોપીઓને પણ કોર્ટમાં આવવાનો અધિકાર છેઃ કાયદો તેનું કામ કરશે : સુપ્રિમ કોર્ટ

અરજદાર બીજેપીનો હોય કે અન્‍ય કોઈ પક્ષનો અમે કાયદા અનુસાર નિર્ણય લઈશું

નવી દિલ્‍હી, તા.૨૮: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ભ્રષ્ટાચારના આરોપીઓને પણ કોર્ટમાં આવવાનો અધિકાર છે. આ ટિપ્‍પણી સાથે, સર્વોચ્‍ચ અદાલતે એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટના ડિરેક્‍ટરના કાર્યકાળના વિસ્‍તરણ સામેની અરજીઓ પર કેન્‍દ્રની દલીલને નકારી કાઢી હતી. કેન્‍દ્રએ કહ્યું હતું કે આ અરજીઓ પર ધ્‍યાન આપી શકાય નહીં કારણ કે તે મની લોન્‍ડરિંગની તપાસનો સામનો કરી રહેલી રાજકીય સંસ્‍થાઓ દ્વારા દાખલ કરવામાં આવી છે.

એક અરજીકર્તાના વકીલ ગોપાલ શંકરનારાયણને જસ્‍ટિસ બીઆર ગવઈની બેંચ સમક્ષ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રએ વાંધો ઉઠાવ્‍યો છે કે આ અરજીઓ રાજકીય પક્ષો દ્વારા દાખલ કરવામાં આવી છે જેઓ એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED)ના ‘પીડિત' છે. આ અંગે મહેતાએ સ્‍પષ્ટતા કરી હતી કે તેમણે કયારેય ‘પીડિત' શબ્‍દનો ઉપયોગ કર્યો નથી. હકીકતમાં પક્ષના લોકો જ કેસમાં આરોપી છે.

આના પર, બેન્‍ચે શંકરનારાયણનને સોલિસિટર જનરલ દ્વારા કથિત નિવેદનમાંથી ‘પીડિત' શબ્‍દ પાછો ખેંચી લેવા જણાવ્‍યું હતું. શંકરનારાયણે દલીલ કરી હતી કે વારંવાર વિસ્‍તરણ સંસ્‍થાની સ્‍વતંત્રતાને જોખમમાં મૂકે છે. તે પાંજરામાં બંધાયેલ પોપટ બની ગયો છે. આના પર બેન્‍ચે શંકરનારાયણને તેમની દલીલોને કાયદાકીય અવકાશ સુધી મર્યાદિત રાખવાનો નિર્દેશ આપ્‍યો હતો. આ મામલે આગામી સુનાવણી ૨૦ એપ્રિલે થશે.

અરજદાર બીજેપીનો હોય કે અન્‍ય કોઈ પક્ષનો, અમે કાયદા અનુસાર નિર્ણય લઈશું, બેન્‍ચે કહ્યું, જ્‍યાં સુધી અમારો સંબંધ છે, અમને કોઈ ચિંતા નથી કે અમારો પક્ષ ખ્‍ છે કે ગ્‍ છે. અમારે આ મામલે કાયદાના આધારે નિર્ણય લેવાનો છે. અરજદાર ભાજપ કે અન્‍ય કોઈ પક્ષનો હોય તો પણ કાયદો બદલાશે નહીં. આ અંગે શંકરનારાયણે કહ્યું હતું કે, જો કોઈ વ્‍યક્‍તિ જાણે છે કે જો તે ‘સારું બાળક' (સરકારને આજ્ઞાકારી) હશે તો જ તેને એક્‍સટેન્‍શન આપવામાં આવશે, તો કેસની તપાસ સ્‍વતંત્ર હોઈ શકે નહીં.(

(10:23 am IST)