Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મરચા સહિત મસાલાના ભાવ ભડકે બળે છે

મરચાનો ભાવ સીસકારા બોલાવી દયે તેવો

નવી દિલ્‍હી, તા.૨૩: ઉનાળો શરૂ થતા હવે મસાલા ભરવાની સીઝન શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે ગળહિણીનું બજેટ ખોરવાયુ છે. મરચાના ભાવમાં ચાલુ વર્ષે ધરખમ વધારો થયો છે. કાશ્‍મીરી ડબ્‍બીનો ભાવ કિલોના ૯૫૦ રૂપિયા, રેશમ પટ્ટીનો ભાવ કિલોના ૬૪૦ રૂપિયા, ડબલ પટ્ટાનો ભાવ કિલોના ૬૪૦ રૂપિયા, દેશી મરચાનો ભાવ કિલોના ૪૪૦ રૂપિયા, પટણીનો ભાવ કિલોના ૪૫૦ રૂપિયા, ઝેરીલા તીખુ (ડોલર)નો ભાવ કિલોના ૪૬૦ રૂપિયા, કુમથી મરચાનો ભાવ કિલોના ૭૪૦ રૂપિયા છે. ગત વર્ષના ભાવની વાત કરીએ તો કાશ્‍મીરી ડબ્‍બીનો ભાવ ૬૦૦ રૂપિયા હતો. જેમાં ચાલુ વર્ષે ૪૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે.

હળદરના ભાવની વાત કરીએ તો આ વર્ષે રાજાપુરીનો ભાવ કિલોના ૨૦૦ રૂપિયા, સેલમનો કિલોના ૨૨૦ રૂપિયા, કેસરનો કિલોના ૨૪૦ રૂપિયા ભાવ છે. જીરુંનો ભાવ ૪૪૦ થી ૪૫૦ રૂપિયા કિલો છે. ગત વર્ષે ૩૧૦ રૂપિયા હતો. તેમજ હજી પણ ભાવ વધારો થાય તેવી શકયતા વેપારી સુધીર પટેલે વ્‍યકત કરી છે.

ધાણાના ભાવમાં ચાલુ વર્ષે ઘટાડો જોવા મળ્‍યો છે. ધાણાનો ભાવ ચાલુ વર્ષે કિલોના ૧૬૦ રૂપિયા, પીસેલા ધાણાનો ભાવ કિલો ૨૨૦ રૂપિયા છે. ગત વર્ષની વાત કરીએ તો ધાણાનો ભાવ કિલોના ૨૨૦ રૂપિયા હતો. પીસેલા ધાણાનો ભાવ કિલો ૨૫૦ રૂપિયા હતો.

આશા મસાલા ગળહ ભંડારમાં વેચાણ  કરતા વેપારી સુધીર પટેલ તેઓના બાપદાદાનો વ્‍યવસાય સંભાળી રહ્યા છે. તેઓ મૂળ મહેસાણાના ઊંઝા ગામના વતની છે. તેઓ અંકલેશ્વરમાં છેલ્લા ૧૫ થી ૧૭ વર્ષથી રહે છે. તેઓનો આશા મસાલા ગળહ ભંડારમાં તેઓ સાથે ૬ લોકો કામ કરી રહ્યા છે.

સુધીર પટેલે જણાવ્‍યું હતુ કે, તેઓ વિવિધ પ્રકારના મરચા આંધ્રપ્રદેશથી લાવે છે અને ત્‍યાથી જ તેઓને આ વર્ષે વધુ કિંમતમાં મરચાનો માલ ખરીદયો છે. હળદર મહારાષ્‍ટ્રના સેંગલીથી લાવે છે. મસાલા માર્કેટના ભાવમાં આ વર્ષે મંદી જોવા મળી રહી છે. તેનું મુખ્‍ય કારણ એ છે કે આ વર્ષે મરચા સહિતના મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો છે.

(12:00 am IST)