Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ભાજપે 4 રાજ્યમાં પ્રદેશ પ્રમુખો બદલ્યા: રાજસ્થાનમાં સીપી જોશી અને સમ્રાટ ચૌધરીને બિહારમાં કમાન સોંપાઇ

વીરેન્દ્ર સચદેવાને દિલ્હી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ મોટા ફેરફારો કર્યા છે. 4 રાજ્યોમાં બીજેપી અધ્યક્ષ બદલવામાં આવ્યા છે.  રાજસ્થાનમાં આ વર્ષે એટલે કે 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દિલ્હી અને બિહારમાં 2025માં અને ઓડિશામાં 2024માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. .

 

રાજસ્થાનમાં સીપી જોશી અને સમ્રાટ ચૌધરીને બિહારમાં કમાન સોંપાઇ છે, ભાજપે અઢી મહિનાથી વધુ સમયની રાહ જોયા બાદ દિલ્હી પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી છે. પાર્ટીએ કાર્યકારી પ્રમુખ વીરેન્દ્ર સચદેવાને કાયમી પ્રમુખ બનાવ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં હાર બાદ આદેશ ગુપ્તાએ હારની જવાબદારી લેતા પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી પાર્ટી હાઈકમાન્ડ દ્વારા વીરેન્દ્ર સચદેવાને દિલ્હી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

(9:07 pm IST)