Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ઇટાલી : મોતનો આંક વધી ૬,૦૭૭ સુધી પહોંચી ગયો

કેસોની સંખ્યા પણ ચીન કરતા વધુ નિકળે તેવો ભય : સ્થિતિ ખુબ ચિંતાજનક છે : ૩૦૦૦થી વધુ લોકો ગંભીર

રોમ,તા. ૨૪ : યુરોપના ઇટાલીમાં કોરોના વાયરસે સૌથી વધારે હાહાકાર મચાવી દીધો છે. મોતનો આંકડો ઇટાલીમાં ચીન કરતા પણ ખુબ વધારે થઇ ચુક્યો છે. એકબાજુ ચીનમાં કોરોનાથી ૩૨૭૭ના મોત સત્તાવારરીતે દર્શાવવામાં આવ્યા છે જ્યારે ઇટાલીમાં મોતનો આંકડો ૬૦૭૭ સુધી પહોંચી ચુક્યો છે જે ચીન કરતા ડબલ છે જ્યારે કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા ૭૪૩૨ સુધી પહોંચી ગઈ છે. ઇટાલીમાં કુલ કેસોની સંખ્યા ૬૩૯૨૭ જેટલી રહેલી છે. ઇટાલીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે દુનિયામાં સૌથી વધારે ખરાબ હાલત ઇટાલીની થઇ છે. વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા હતા. ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે.

          બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતાકોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જોવા મળી રહી છે. કેસોની સંખ્યામાં ઝડપથી વધી છે. ઇટાલીમાં ચિંતાજનક રીતે મોતનો આંકડો અને કેસોની સંખ્યા વધી રહી છે. ઇટાલી સરકાર ભારે પરેશાન છે. સ્થિતીને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી. બીજા  વિશ્વ યુદ્ધ પહેલી સપ્ટેમ્બર ૧૯૩૯થી રૂ થયા બાદ બીજી સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી ચાલ્યું હતું. એટલે કે વર્ષ સુધી વિશ્વ યુદ્ધ ચાલ્યું હતું. ગાળા દરમિયાન ઇટાલીમાં ૪૫૪૬૦૦ લોકોના મોત થયા હતાએટલે કે એક દિવસમાં ૨૦૭ લોકોના મોત ગાળા દરમિયાન થયા હતા પરંતુ કોરોનાથી આના કરતા વધુ લોકોના મોત થઇ રહ્યા છે. હવે સ્થિતીને પહોંચી વળવા માટે સેનાને બોલાવવા માટેની ફરજ પડી રહી છે. ઇટાલીમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વસ્તીમાં મોટા ભાગના લોકો મોટી વયના લોકો રહેલા છે. ટેસ્ટિંગમાં કમીના કારણે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે.

(8:02 pm IST)