Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના બાદથી ચીનમાં હન્ટા વાયરસ ફેલાયો : એકનું મોત

સોશિયલ મિડિયા ઉપર જોરદાર દહેશત ફેલાઈ : ઉંદરથી આ પ્રકારનો વાયરસ ફેલાય છે : હેવાલમાં દાવો

નવી દિલ્હી, તા. ૨૪ : કોરોના વાયરસને લઇને દુનિયાભરના દેશોમાં હાહાકાર મચેલો છે ત્યારે નવા વાયરસ હન્ટાએ ચીનમાં નવી ચર્ચા જગાવી દીધી છે. આના કારણે ચીનમાં એક વ્યક્તિનું મોત થયું છે. સોશિયલ મિડિયા ઉપર પણ ચારેબાજુ આની ચર્ચા છે. કોરોના વાયરસથી મુશ્કેલીમાં મુકાયેલા ચીનના યુનાન પ્રાંતમાં એક વ્યક્તિનું હન્ટા વાયરસના કારણે મોત થયું છે. અસરગ્રસ્ત વ્યક્તિ હન્ટા વાયરસથી અસરગ્રસ્ત હતી અને કામ માટે શાનડોન્ગ જઈ રહી હતી. સંદર્ભમાં માહિતી આપતા સોશિયલ મિડિયા ઉપર હાહાકાર મચી ગયો છે.

         વાયરસ કોરોનાની જેમ ખતરનાક બને તેની પણ ચર્ચા છેડાઈ ગઈ છે. હન્ટા વાયરસ પોઝિટિવ આવ્યા બાદ બસમાં રહેલી ૩૨ અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોએ ટ્વિટર પર એવી દહેશત ફેલાવી છે કે, કોરોનાની જેમ હાહાકાર મચાવી શકે છે. જો ચીનના લોકો પ્રાણીઓને જીવિત ખાઈ જવાની પ્રક્રિયા બંધ નહીં કરે તો ચીનમાં પ્રકારની સ્થિતિ સર્જાતી રહેશે. ચીની લોકો હવે એક યોજના પર કામ કરી રહ્યા છે. હન્ટા વાયરસ ઉંદરો ખાવાથી થાય છે. સોશિયલ મિડિયા પર જારી ચર્ચા વચ્ચે કેટલીક વિગતો સપાટી ઉપર આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો ટ્વિટર પર માહિતી પણ આપી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોના વાયરસની જેમ હન્ટા વાયરસ એટલો ખતરનાક નથી.

         આ વાયરસ ઉંદર અથવા તો અન્ય પ્રાણીઓના સંપર્કમાં વ્યક્તિ આવે તો થાય છે. સેન્ટર ફોર ડિઝિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના કહેવા મુજબ ઉંદરોના ઘરની અંદર અને બહાર કરવાથી હન્ટા વાયરસના ઇન્ફેક્શનનો ખતરો રહે છે. જો કોઇ સ્વસ્થ વ્યક્તિ છે તો પણ હન્ટા વાયરસના સંપર્કમાં આવે છે તો ખતરો રહે છે. જો કે, વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી પરંતુ ઉંદરથી વાયરસ ફેલાય છે. વાયરસમાં પણ તાવ, માથામાં દુખાવા, પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. મોડેથી સારવાર કરવામાં આવે તો અસરગ્રસ્ત વ્યક્તિના ફેફસામાં પાણી ભરાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સીડીસીના આંકડા મુજબ વાયરસ જીવલેણ છે. અસરગ્રસ્ત લોકોના મૃત્યુનો દર ૩૮ ટકા છેચીનમાં હન્ટા વાયરસનો મામલો એવા સમયમાં સપાટી ઉપર આવ્યો છે જ્યારે દુનિયાભરમાં ૧૭૦૦૦ જેટલા લોકોના મોત કોરોના વાયરસથી થઇ ચુક્યા છે અને ૧૯૬ દેશોમાં તેનો આતંક છે. કેસો સતત વધી રહ્યા છે.

(7:59 pm IST)