Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોનાના પરિણામે અંતે ટોકિયો ઓલિમ્પિક મોકૂફ કરવા નિર્ણય

કોરોનાથી વિશ્વમાં ૧.૭ અબજ લોકો ઘરમાં કેદ થતાં અંતે મોકૂફ : જાપાનને અભૂતપૂર્વ ફટકો : જાપાની વડાપ્રધાન અને આઈઓસીએ ટેલિફોનિક ચર્ચા બાદ નિર્ણય કર્યો : ગેમ પર ટોકિયો દ્વારા ૧૨.૬ અબજ ડોલરનો ખર્ચ

ટોકિયો, તા.૨૪ : કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દહેશત મુજબ આખરે ટોકિયો ઓલિમ્પિકને સત્તાવારરીતે ૨૦૨૧ સુધી મોકૂફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વના દેશોને પોતાના સકંજામાં લીધા છે ત્યારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિએ આજે મુજબની જાહેરાત કરી હતી. નિર્ધારિત કાર્યક્રમના ભાગરુપે ટોકિયો ઓલિમ્પિકનું આયોજન ૨૪મી જુલાઈથી ૯મી ઓગસ્ટ વચ્ચે થનાર હતું પરંતુ આઈઓસીના પ્રમુખ થોમસ બાક અને જાપાની વડાપ્રધાન શિન્જો આબે વચ્ચે ટેલિફોનિકવાતચીત બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો. ઇતિહાસમાં પ્રથમ વખત શાંતિ સમયમાં ઓલિમ્પિકને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

          ટોકિયો ઓલિમ્પિકને મોકૂફ રાખવા માટે આઈઓસી સમક્ષ અમે રજૂઆત કરી હતી અને આઇઓસીએ આના માટે તૈયારી દર્શાવી હતી. સંયુક્ત નિવેદનમાં મોડેથી જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માહિતીના આધાર પર નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તમામ બાબતોને ધ્યાનમાં લઇને હવે નિર્ણય લેવાયો છે. એથ્લિટો અને ઓલિમ્પિક ગેમમાં સામેલ થનાર તમામ લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ધ્યાનમાં લઇને નિર્ણય કરાયો છે. આઈઓસીના પ્રમુખ સાથે વાતચીત કર્યા બાદ વડાપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, જાપાન અને આઈઓસીએ ઓલિમ્પિકને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મુશ્કેલ સમયમાં આયોજન કરવાની બાબત બિલકુલ યોગ્ય દેખાતી નથી.

          તમામ બાબતો ધ્યાનમાં લેવાઈ છે. ટોકિયો શહેરને નિર્ણયના લીધે અભૂતપૂર્વ ફટકો પડ્યો છે. આયોજનને લઇને ટોકિયોમાં જોરદાર તૈયારી ચાલી રહી હતી. સમય પહેલા તમામ સ્થળોને અને મેદાનોને વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે. ટિકિટોનું વેચાણ પણ થઇ ચુક્યું છે. જાપાનની તૈયારી અભૂતપૂર્વ હતી. ઓલિમ્પિકમાં બહિષ્કાર, આતંકવાદી હુમલા અને વિરોધ પ્રદર્શન થતાં રહ્યા છે પરંતુ ૧૯૪૮ બાદ દર ચાર વર્ષમાં તેનું આયોજન થતું રહ્યું છે. વાયરસના કારણે પ્રથમ વખત આને મોકૂફ રાખવામાં આવ્યું છે. વાયરસથી હજારો લોકોના મોત થઇ ચુક્યા છે. હાલમાં ઓલિમ્પિકને મોકૂફ રાખવા આઈઓસી પર દબાણ વધી રહ્યું હતું. . અબજ લોકો કોરોના વાયરસના કારણે હાલમાં લોકડાઉનની સ્થિતિમાં આવી ગયા છે.

         આવી સ્થિતિમાં આયોજન નહીંવત સમાન રહેલું છે. સ્પર્ધાઓ અને ક્વાલીફાયર્સ રદ કરવામાં આવી રહી હતી. આઈઓસીએ રવિવારના દિવસે સંદર્ભમાં વિચારણા કરી હતી. ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવી ટીમો ઓલિમ્પિકમાંથી ખસી ગઈ હતી. નવેસરના આંકડા મુજબ ટોકિયો દ્વારા ગેમના આયોજન પર ૧૨. અબજ ડોલર ખર્ચ કરી દીધા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, ટોકિયો ઓલિમ્પિકને મોકૂફ રાખવાથી અબજ ડોલરની આસપાસનો ખર્ચ વધી શકે છે. પ્રથમ વખત પ્રકારનો ઐતિહાસિક નિર્ણય લેવાની ફરજ પડી છે. કોરોના વાયરસનો આતંક સમગ્ર વિશ્વમાં રહ્યો છે. યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશીપ, ફ્રેંચ ઓપન પણ મોકૂફ કરવામાં આવી ચુકી છે. ઇતિહાસમાં પ્રથમ વખત અભૂતપૂર્વ નિર્ણય કરાયો છે.

(7:57 pm IST)