Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દિલ્હી-NCRમાં તોફાન સાથે વરસાદ : લોકોમાં નવા સવાલો

કોરોના વાયરસ પર શું અસર થશે તેની ચર્ચાઓ : વરસાદના પાણીથી કોરોના ખતમ ન થાય તેવો નિષ્ણાતોનો મત : જંતુનાશકની જરૂર કોરોનાને રોકવા માટે રહેલી છે

નવી દિલ્હી, તા. ૨૪ : દિલ્હી-એનસીઆરમાં મંગળવારના દિવસે આંધીની સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. કોરોના વાયરસના પરિણામ સ્વરુપે લોકડાઉન થઇને ઘરમાં બેઠેલા લોકોએ વરસાદની મજા માણી હતી. આવી સ્થિતિમાં લોકોના મનમાં કેટલાક પ્રશ્નો પણ થયા હતા. વરસાદના લીધે કોરોના વાયરસ ધોવાઈ જશે કે કેમ તેને લઇને પણ ચર્ચા રૂ થઇ હતી. હકીકતમાં આવો પ્રશ્ન થોડાક દિવસ પહેલા દુબઈમાં પણ સપાટી ઉપર આવ્યો હતો. વખતે ત્યાના નિષ્ણાતોએ વરસાદના સંદર્ભમાં કેટલીક મહત્વની વાત કરી હતી.

         કોરોના વાયરસના સંદર્ભમાં દુબઈમાં શ્વાસ સંબંધિત બિમારીઓના તબીબ વિજય નાયરે કહ્યું છે કે, વરસાદના સાદા પાણીથી કોરોના ઉપર કોઇ અસર થાય છે તે કેમ તેને લઇને કોઇ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ કોરોનાને દૂર રાખવા માટે જે સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં સોડિયમ હાઈડ્રોક્લોરાઇડ જેવા હાઈગ્રેડ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ૭૦ ટકા સુધી આલ્કોહોલ હોય છે જેથી તેનાથી બેક્ટેરિયા મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં સામાન્ય પાણીથી બેક્ટેરિયા દૂર થશે તેમ માનવા માટે કોઇ કારણ નથી.

         એક અન્ય નિષ્ણાતે કહ્યું છે કે, કોરોના વાયરસ પાણીમાં બે દિવસ રહી શકે છે. આવી સ્થિતિમાં વરસાદથી માત્ર એક જગ્યાથી બીજી જગ્યાએ જમા થઇ શકે છે. તેમનું કહેવું છે કે, વાયરસને મારવા માટે પાણીની સાથે સાબુ અને જંતુનાશકની રૂ હોય છે. આજ કારણસર લોકોને હાથ માત્ર પાણી સાથે નહીં બલ્કે સાબુ અને સેનિટાઇઝર સાથે ધોવા કહેવામાં આવ્યું છે. કોરોના વાયરસ ગરમીમાં પોતે મરી જાય છે તેમ માનવા માટે પણ કોઇ કારણ નથી. જાણકાર લોકોનું કહેવું છે કે, હજુ સુધી તમામ બાબતોને લઇને કોઇ નક્કર વિગતો ખુલી નથી. આવી સ્થિતિમાં વરસાદથી કોરોના ઉપર અસર અંગે વાત કરવી યોગ્ય નથી.

(8:06 pm IST)