Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

સરકાર ટૂંકમાં જાહેર કરશે રાહત પેકેજ : હાલ નાણાંમંત્રી નિર્મલા સીથારમણે જાહેર કરી સામાન્ય માણસો અને કંપનીઓ માટે અમુક નાણાકીય રાહતો : આધાર-પાન લીંકનો સમય વધ્યો : ટેકસ રિટર્ન ભરવાની મુદ્દત હવે જુન સુધી : બીજી બેંકના ATMમાંથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ નહીં લાગે

નવી દિલ્હી : કોરોના વાયરસની અસરથી નિપટવા માટે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્નની ડેડલાઇન વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. આ સાથે 30 જૂન સુધી ડિલેડ પેમેન્ટનો વ્યાજ દર 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દીધો છે. આ સાથે ટીડીએસનો ડિપોઝિટ માટે વ્યાજ દર 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દીધો છે. ટીડીએસ ફાઇલિંગની અંતિમ તારીખ 30 જૂન 2020 જ રહેશે. નાણાં મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.

વિત્ત મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં આધાર-પાન કાર્ડ લિંક કરવાની ડેડલાઇન પણ વધારીને 30 જૂન 202 કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આધારને પાન કાર્ડથી લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2020 હતી. આ ઉપરાંત વિવાદથી વિશ્વાસ સ્કીમની સમયસીમા વધારીને 30 જૂન 2020 કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સબકા વિશ્વાસ સ્કીમની તારીખ પણ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 3 મહિના સુધી ડેબિટ કાર્ડથી અન્ય બેન્કોના ATMથી પૈસા કાઢવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. આ સિવાય બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ મેન્ટેઈન કરવાનું ફરજીયાત રહેશે નહીં. મિનિમમ બેલેન્સ મેન્ટેઇન કરવા પર લાગતો ચાર્જ ખતમ કરી દીધો છે.

10 પોઈન્ટમાં જાણીએ કેટલિક રાહતની વાતો.... 

- આગામી 3 મહિના માટે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું ફ્રી કરી દેવામાં આવ્યું છે. મતલબ કે તમે કોઈપણ બેન્કના એટીએમથી કેશ કાઢો છો તો તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં. આ સાથે મિનિમમ બેલેન્સની ઝંઝડમાંથી મુક્તિ મળી ગઈ છે. મતલબ બેન્ક એકાઉન્ટમાં કેશ રાખવાની જરૂર નથી. ડિજિટલ ટ્રેડ માટે બેન્ક ચાર્જ ઘટાડવામાં આવ્યો છે. તેનો ઇરાદો ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો છે. 

- સરકારે આધાર-પાન લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. અત્યાર સુધી આ ડેડલાઇન 31 માર્ચ હતી. હવે તમે 30 જૂન 2020 સુધી આધાર-પાન લિંકિગ કરાવી શકો છો. 

- વિવાદથી વિશ્વાસ સ્કીમને પણ હવે 30 જૂન કરી દેવામાં આવી છે. 31 માર્ચ બાદ 30 જૂન સુધી કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં. મહત્વનું છે કે વિવાદથી વિશ્વાસનો ઉદ્દેશ્ય તે લોકોને રાહત આપવાનો છે જેની ટેક્સ દેવાદારીને લઈને ઘણા પ્રકારના વિવાદ છે. 

- નાણાકીય વર્ષ 2018-19 માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન કરી દેવામાં આવી છે. અત્યાર સુધી તેની ડેડલાઇન 31 માર્ચ 2020 હતી. હવે નવી ડેડલાઇન પર પેમેન્ટ માટે વ્યાજ દરને 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દેવામાં આવ્યો છે. 

- ટીડીએસ ડિપોઝિટ માટે ડેડલાઇન વધારવામાં આવી નથી. પરંતુ 30 જૂન 2020 સુધી મોડેથી ભરવામાં આવેલા ટીડીએસ માટે વ્યાજદરને ઘટાડીને 9 કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે વર્તમાનમાં આ દર 18 ટકા છે. ટ

- જીએસટી ફાઇલિંગને લઈને પણ સરકારે રાહત આપી છે. માર્ચ, એપ્રિલ અને મે માટે જીએસટી રિટર્ન ભરવાની સમય મર્યાદાને પણ વધારીને 30 જૂન 1010 કરી દેવામાં આવી છે. 

- તો વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે લેટ જીએસટી રિટર્ન ભરવા પર કોઈ વ્યાજ, લેટ ફી તથા પેનલ્ટી લાગશે નહીં. તેનાથી વધુ ટર્નઓવર વાળી કંપનીઓ પર પહેલા 15 દિવસ માટે કોઈ લેટ ફી અને પેનલ્ટી લાગશે નહીં. 

- પરંતુ 15 દિવસ બાદ તેના માટે વ્યાજ, પેનલ્ટી કે લેટ ફી 9 ટકાના દરે હશે. આ સિવાય કંપોઝીશન સ્કીમનો લાભ લેવા માટે પણ ડેડલાઇન 30 જૂન 2020 કરી દેવામાં આવી છે. 

(6:03 pm IST)