Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના સામેના જંગ વચ્ચે બે ધુરંધર કંપનીઓ જંગે ચડી

કોરોના સંકટ વચ્ચે હાથ ધોવાના ફાયદાઓ અંગે જણાવાઇ રહ્યું છે. જો કે કોને ખબર હતી કે આ હાથ ધોવાનું જ લાઇફબોય અને ડેટોલ વચ્ચે ઝઘડાનું કારણ બની જશે અને આ મામલો મુંબઇની કોર્ટ સુધી પહોંચશે. હિન્દુસ્તાન યુનિલીવર લીમીટેડ દ્વારા એક મામલાને લઇને મુંબઇઇ હાઇકોર્ટમાં પહોંચ્યા પછી ડેટોલ હેન્ડવોશ બનાવતી રેકીટ બેંકિજર (ઇન્ડિયા) પ્રાઇવેટ લીમીટેડે હાઇકોર્ટને જણાવ્યુ છે કે તે પોતાની જાહેરાતને એક મહિના માટે બંધ કરી દેશે.

લાઇફબોય સાબુ બનાવતી કંપની હિન્દુસ્તાન યુનિલિવર લીમીટેડે મુંબઇ હાઇકોર્ટમાં ડેટોલ કંપની વિરૂધ્ધ અરજી દાખલ કરીને કહ્યું છે કે આલ્કોહોલવાળા સેનેટાઇઝર સહિત અન્ય પ્રોડકટ ત્યારે જ રેકમેન્ડ કરાય છે જયારે તેમાં સાબુ અને પાણી ન હોય. ટીવી પર દેખાડાની જાહેરાતોમાં દર્શાવાઇ રહ્યું છે કે ડેટોલ હેન્ડવોશ જ હાથ ધોવાની સૌથી સુરક્ષિત પધ્ધતિ છે અને સાબુથી હાથ ધોવાથી જંતુઓથી સંપૂર્ણ સુરક્ષા નથી મળતી. જયારે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કહે છે કે સાબુ અને પાણીથી હાથ ધોવા જોઇએ.

હિંન્દુસ્તાન યુનિલીવરે બોમ્બે હાઇકોર્ટમાં ડેટોલ કંપની પાસેથી વળતરરૂપે એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. કંપનીનું કહેવું હતુ કે ડેટોલની ટીવી એડ સંપૂર્ણપણે જૂઠ પર આધારિત છે અને પ્રજાને ખોટી માહિતી આપે છે.

આ વાત પર હવે રેકિટ બેંકિજર ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડે બોમ્બે હાઇકોર્ટમાં કહ્યું કે તે ટીવી પર દર્શાવાતી એડને એક મહિના માટે રોકી દેશે. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે સુનાવણી કરી છે. ડેટોલ તરફથી કેસ લડતા સીનીયર વકીલે બચાવમાં કહ્યું કે એચ યુ એલ એ સાબિત નથી કરી શકયુ કે ૧૨ માર્ચે દર્શાવાયેલ જાહેરાતમાં તેની કોઇ પ્રોડકટ દેખાડવામાં આવી છે એટલે વળતરનો કોઇ સવાલ જ ઉભો નથી થતો.

(3:26 pm IST)