Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ટેન્ટમાંથી નિકળીને કાલે રામલલ્લા સિંહાસન ઉપર બિરાજમાન થશે

અયોધ્યાના રાજાએ ટ્રસ્ટને ચાંદીના સિંહાસનની ભેટ આપી : કાલે સવારે ૪.૩૦ વાગ્યે વિધિ વિધાન પૂર્વક રામલ્લાને શીફટ કરાશે

લખનઉ તા. ૨૪ : આવતીકાલે તા. ૨૫ મીથી ચૈત્રી નવરાત્રીનો આસ્થાભેર પ્રારંભ થઇ રહ્યો છે. આ દિવસે અયોધ્યામાં શ્રીરામલલ્લાને ટેન્ટમાંથી બહાર લાવી સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવશે.

અયોધ્યાના રાજઘરાનાના રાજાએ રામલલ્લા માટે ચાંદીનું સિંહાસન અર્પણ કર્યુ છે. સોમવારે સવારે રામલલ્લાને નવા મંદિરમાં શીફટ કરવા માટે અનુષ્ઠાન કરવામાં આવ્યુ ત્યારે બીજી બાજુ વર્તમાન ગર્ભગૃહમાંથી રામલલ્લાને નવા ઘરમાં લઇ જવાની પ્રાર્થના પૂજા કરવામાં આવી હતી. આ પૂજા અર્ચન ૧૫ ગુણવાન આચાર્યોની ટીમે પુરા કર્યા હતા.અયોધ્યામાં સોમવાર સવારથી જ હીલચાલ જોવા મળી રહી હતી. કોરોના વાઇરસના કારણે આ હીલચાલ હતી. જો કે રામ ભગવાન નવા ઘરમાં બિરાજમાન થઇ રહ્યાની ખુશી પણ હતી.

(3:25 pm IST)