Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

વિશ્વના ૧૯૫ દેશ કોરોનાના સકંજામાં : સ્થિતિ હજુ બેકાબુ

મોતનો આંકડો ઝડપથી વધીને ૧૬૫૫૮ થઇ ગયો : વિશ્વભરના દેશો કોરોનાને રોકવામાં હજુ સફળતા મેળવી શકયા નથી : દરરોજ હજારોની સંખ્યામાં કેસ સપાટી પર

બેઝિગ, તા. ૨૪ : કોરોના વાયરસના કારણે દુનિયાના દેશોમાં ભારે હાહાકારની સ્થિતી યથાવત રીતે રહેલી છે. તબીબી ક્ષેત્રમાં શ્રેષ્ઠ સુવિધા ધરાવતા ઇટાલી સહિતના દેશો કોરોનાના કારણે હાથ ઉચા કરી ચુક્યા છે. કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે કોરોનાના કારણે પ્રભાવિત રહેલા વિશ્વના ૧૯૫ દેશોમાં મોતનો આંકડો વધીને ૧૬૫૫૮ સુધી પહોંચી ગયો હતો. જ્યારે કેસોની સંખ્યા ૩૮૧૬૫૩ સુધી પહોંચી ગઇ છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા ૧૦૨૪૨૯ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે વિશ્વના દેશોમાં ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા ૧૨૦૬૨ સુધી રહેલી છે. જે સાબિત કરે છે કે મોતનો આંકડો હજુ ખુબ ઉપર પહોંચનાર છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસની શરૂઆત ચીનમાં થયા બાદથી એક પછી એક કરતા હવે ૧૯૫ દેશો કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. 

હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.  દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. 

વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં સ્થિતી ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે

વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ઇટાલી, ઇરાન, અમેરિકા સહિતના દેશોમાં મોતનો આંકડો અતિઝડપથી વધી રહ્યો છે. તમામ જગ્યા પર કોરોના વાયરસ બેકાબૂ છે. સ્થિતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.  ચીનમાં કુલ કેસોની સંખ્યા ૮૧૧૭૧ રહી છે. નવા ૭૮  કેસો સપાટી પર આવ્યા છે. ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓ પૈકી વધુ સાત દર્દીના મોત થતા મોતનો આંકડો વધીને ૩૨૭૭ સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે.  ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. સ્થિતી ચીનમાં સુધરી રહી છે.  દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.યુરોપ અને અન્ય દેશોમાં કેસોની સંખ્યા વધારે ઝડપથી વધી રહી છે.

દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની  સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.વધુને વધુ દેશો તેના વિકરાળ સકંજામાં આવી રહ્યા છે. ઇટાલીમાં કાળો કેર જારી છે.

(3:22 pm IST)