Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

PM મોદીનું આજે ૮ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન

કોરોના વાયરસ અંગે દેશવાસીઓ સાથે કરશે સંવાદ

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે એક વખત જનતા કર્ફયુની અપીલ કરી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રજોગું સંબોધન કરશે. આ સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદી જનતા કર્ફયુ જેવી બીજી કોઈ મહત્ત્વની જાહેરાત કરશે તેવી અટકળો વહેતી થઈ ગઈ છે. આજે તેઓ સંબોધન કરવાના હોવાની જાણકારી ટવીટ કરીને આપી હતી. તેમના આ ટવીટ બાદ ફરી તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડી લીધું છે.

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર એટલે કે આજે સાંજે એક વખત ફરીથી દેશને સંબોધિત કરશે. પીએમ મોદી આજે સાંજે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આની પહેલાં ૧૯મી માર્ચના રોજ પીએમે દેશને સંબોધિત કર્યો હતો અને જનતા કરફયૂને જાહેરાત કરી હતી.

દેશમાં કોરોના વાયરસ પોઝિટીવ કેસની સંખ્યા ૫૦૦ને પાર થઇ ચૂકી છે અને અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા છે.

કેન્દ્ર અને રાજય સરકારોએ લોકડાઉનની જાહેરાત કરી હતી, કેટલાંય રાજયોમાં કરફયૂ પણ લાગ્યો છેકોરોના વાયરસના લીધે ૩૨ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણપણે લોકડાઉન છે. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશના ૫૬૦ જિલ્લામાં સૂંપૂર્ણપણે લોકડાઉન છે.

(3:20 pm IST)