Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

હજુ ભારત કોરોના સ્ટેજ-૩થી ખુબ જ દુરઃ આઈસીએમઆરનો દાવો

ડો.રમન ગંગાખેડકર મુજબ હજુ લોકો ચેતે તો સમય છે, મોટા ખતરાથી બચી શકાશે

નવી દિલ્હીઃ કોરોનાના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે, પણ હજી ભારત સ્ટેજ-૩થી ઘણું દુર છે, આઈસીએમઆરના ડો.રમન ગંગાખેડકરના જણાવ્યા મુજબ લોકો હજુ ચેતી જાય તો સમય છે અને મોટા ખતરાથી બચી શકાશે. તેમણે વધુમાં જણાવેલ કે અમારી પાસે સંતાડવા માટે કશું નથી. તેઓ માને છે કે વિશ્વમાં માનવજાતિ માટે સંક્રમણ કાળ છે પણ ભારત જેવા દેશ કઠોર અનુસાશન દ્વારા તેના દુષ્પ્રભાવથી બચી શકે છે.

સ્ટેજ-૩માં સંક્રમણ પહોંચવા અંગે ડો.રમને જણાવેલ કે હાલ સંક્રમણ સંક્રમિત લોકોના સંપર્કમાં આવનાર કેટલાક લોકોમાં પોઝીટીવ લક્ષણ બતાવી રહ્યુ છેે. આ સ્તરે જ નિયંત્રત થઈ જાય તો સારૂ છે. કોરોનાનું કમ્યુનિટીમાં ફેલાવું ખુબ જ હાનિકારક હશે. એક વરિષ્ઠ ડોકટર મુજબ હાલ ૧૦ હજાર જેટલા કોરોના ટેસ્ટની પ્રતિદિવસ ક્ષમતા છે. સ્ટેજ-૩માં દરરોજના લાખો સેમ્પલ તપાસવા પડશે.

(12:46 pm IST)