Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

અમેરિકામાં દવા નિર્માતા કંપનીએ કોરોનાની રસીનું માનવ પરિક્ષણ શરૂ કર્યુઃ સકારાત્મક પરિણામો મળ્યે લાખો ડોઝ બનાવવાની તૈયારી

નવીદિલ્હીઃ વિશ્વમાં કોરોના વાયરસ સામેની લડાઈમાં દવા કે વેકસીન શોધવામાં યુધ્ધના ધોરણે કામ ચાલી રહ્યુ છે. આ સંશોધનમાં ગત અઠવાડીયે અમેરિકી કંપની મોડર્ન થેરાપયુટીકસે એક વેકસીનનું ટ્રાયલ કોરોના સંક્રમિત મહિલા ઉપર કરવામાં આવેલ, જેનું પરિણામ આવતા ૧ વર્ષ લાગશે.

જો કે તેની વચ્ચે રાહતના સમાચાર છે કે રસીના માનવી ઉપરના પરિક્ષણનું પહેલું ચરણ પૂરૂ થશે અને તે સકારાત્મક મળ્યુ તો કંપની તે વેકસીન ઉપલબ્ધ કરાવવાની કોશીશમાં જ છે. એક સમાચાર મુજબ કંપનીના પહેલા તબક્કા બાદ એ જાણી શકાશે કે તે સુરક્ષીત છે, જો એવું બનશે તો કંપની મોટા ઉત્પાદન માટે તૈયાર છે. રસીના અધ્યયન સૌથી પહેલા ૪૫ એવા સ્વસ્થ લોકોના સમુહ ઉપર કરાશે કે જેઓને કોરાના નથી. આ લોકોના ટેસ્ટીંગમાં વૈજ્ઞાનિકો એ જોવા માંગી રહ્યા છે કે રસીના ડોઝ સુરક્ષીત છે. તેઓ ત્રણ અલગ- અલગ ડોઝનું પરિક્ષણ કરી એ ચકાસસે કે કયો ડોઝ શરીરના ઈમ્યુનિટી સિસ્ટમને ઝડપથી સક્રીય કરે છે. જો શરૂઆતી સમયે કોઈ સાઈડ્ ઈફેકટ ન થાય તો શોધકર્તા તે પરિણામોની પુષ્ટી કરવા અનેક  સ્વસ્થય લોકો ઉપર તેના કન્ફોર્મેશન માટે પરિક્ષણ કરશે.

કંપનીએ રસીમાં વાયરસના જીનોમના અનુવાંશિક રૂપ MRNALનો ઉપયોગ કર્યો છે. જયારે લોકોને તે ઈજેકટ કરાય છે. ત્યારે કોશીકાઓ તેને સંશાધીત કરે છે, જેથી ઈમ્યુનિટી કોષ તેને ઓળખી અને કામ માટે ટારગેટ કરે. મોટાભાગની રસી બનાવવાની પ્રક્રીયાથી વિરૂધ્ધી આમાં મોટી માત્રામાં વાયરસની જરૂર નથી હોતી, જે ઓછો સમય લેનાર હોય છે.

(12:44 pm IST)