Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દેશની ૭૫ ટકા વસ્તી લોકડાઉનમાં: સંક્રમિત લોકોની સંખ્યા ૫૦૦ની નજીક

કોરોના સામે ભારતનો મહા મુકાબલો ૩૦ રાજયોના ૫૪૮ જિલ્લામાં લોકડાઉન

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના ૫૦૦ની આસપાસ કેસ સામે આવ્યા છે. ત્યારે આ વાતની ગંભીરતા જાણી સરકારે દેશના ૩૦ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપૂર્ણ રીતે લોકડાઉન જાહેર કર્યું છે.

સમગ્ર દેશમાં ગુજરાતની સાથે સાથે ૩૦ રાજયોમાં સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ ૩૦ રાજયોમાંથી ૫૪૮ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩ રાજયો એવા પણ છે, જયાં અમુક જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે, જેમાં ઉત્ત્।ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઓડિશાના સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં દેશની લગભગ ૧૦૨ કરોડ જેટલી વસ્તી વસવાટ કરે છે, જે સમગ્ર દેશની ૭૫ ટકા બરાબર વસ્તી રહે છે. દેશમાં હાલ કોરોના વાયરસના કારણે સંક્રમિત લોકોની સંખ્યા ૫૦૦ની આસપાસ પહોંચવા આવ્યો છે, ઉપરાંત ૧૦ લોકોના મોત પણ થયા છે.

(11:58 am IST)