Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોનાનો પ્રકોપ : ૫૦૪ થયા પોઝીટીવ કેસ : ૧૦ના મોત

દેશની સ્થિતિ ગંભીર : ૩૦ રાજ્યમાં લોકડાઉન : ૪ રાજ્યમાં કર્ફયુ : મહારાષ્ટ્રમાં ૯૭ અને કેરળમાં ૯૫ કેસ નોંધાયા

નવી દિલ્હી તા. ૨૪ : કોરોનાનો કહેર રોકેટ ગતિએ ચાલુ છે. અત્યાર સુધી દેશમાં અંદાજે ૫૦૪ લોકોના ટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમાંથી ૧૦ લોકોના મોત થઇ ચૂકયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર અને કેરળ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૯૭ અને કેરળમાં ૯૫ કેસ સામે આવ્યા છે. કોરોનાના કારણે ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યા છે. ૧૩૫ કરોડ લોકોના દેશને લોકડાઉન કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરાના વાયરસની મહામારીએ સર્જેલી અતિગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતને સોમવારની મધરાતે ૧૨ વાગ્યાથી ૩૧મી માર્ચ સુધી લોક ડાઉન કરવાનો નિર્ણય લઈ લીધો છે. ગુજરાતમાં કોરોના વાયરસને કારણે એક દરદીના થયેલા મોતને કારણે તથા એક જ દિવસમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં મોટો વધારો આવી જતાં પરિસિૃથતિને વકરતી રોકવા માટે આજે રાત્ર પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હીના એઇમ્સમાં દરેક પ્રકારની ઓપીડીને બંધ કરી દેવામાં આવી છે, અને દરેક પ્રકારની સારવાર પણ હાલ અટકાવી દેવામાં આવી છે. જોકે તેની વિપરીત અસર દર્દીઓ પર થઇ શકે છે અને દર્દીઓ સારવાર માટે ભટકી શકે છે. જોકે ઇમર્જન્સી સેવાઓ જ ચાલુ રહેશે. એઇમ્સમાં દરરોજ સારવાર માટે ૧૨ હજાર દર્દીઓ પહોંચે છે અને તેને જ બંધ કરવાનો નિર્ણય લેવાતા આ દર્દીઓની સારવાર કયાં થશે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

કોરોના વાયરસનાં કારણે જાણે આખો દેશ થંભી ગયો છે. દેશના બધા રાજયોના ૫૪૮ જિલ્લામાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જયારે પુરા પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, પુડ્ડુચેરી, ચંડીગઢમાં કર્ફયૂ લગાવી દેવામાં આવ્યો છે. લોકસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સોમવાર સુધી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને હવે ૪૭૨ પર પહોંચી ગયા છે જયારે મૃત્યુઆંક ૯ થઇ ગયો છે.

રાજયોમાં હાલ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે તેમાં દિલ્હી, પંજાબ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, છત્તીસગઢ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મ. પ્રદેશ, કેરળ, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ, તેલંગાણા, ઉ. પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્યિમ બંગાળમાં અનેક જિલ્લામાં તો કેટલાક રાજયોમાં શહેરો કે સંપૂર્ણ લોકડાઉનના આદેશ અપાયા છે. દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર, ચંડીગઢ, પુડ્ડુચેરીમાં સોમવારે કરફયૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની બોર્ડર સીલ કરવાનો આદેશ ઉધ્ધવ ઠાકરેએ આપ્યો હતો.

કયાં રાજ્યમાં કેટલા પોઝીટીવ કેસ

મહારાષ્ટ્ર

૯૭

કેરળ

૯૫

આંધ્રપ્રદેશ

બિહાર

છત્તીસગઢ

ચંદીગઢ

દિલ્હી

૨૯

ગુજરાત

૩૦

હરિયાણા

૨૬

હિમાચલપ્રદેશ

જમ્મુ-કાશ્મીર

કર્ણાટક

૩૩

લદ્દાખ

૧૩

મધ્યપ્રદેશ

ઓડિશા

પોંડિચેરી

પંજાબ

૨૩

રાજસ્થાન

૩૨

તમિલનાડુ

૧૨

તેંલગાણા

૩૩

યુપી

૩૩

ઉત્તરાખંડ

પશ્ચિમ બંગાળ

(11:57 am IST)