Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોનાની અસર

મારૂતી-ફોર્ડે ગુજરાતમાં પ્લાન્ટ બંધ કર્યા

મુંબઇ, તા.૨૪: મારુતિ સુઝુકી ઇન્ડિયા(MSI)એ સોમવારે જાહેર કર્યું કે સુઝુકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિ. (SMG)એ ગુજરાતમાં આવેલ પોતાનું પ્રોડકશન યુનિટ બંધ કરી દીધું છે. કંપનીએ જણાવ્યું કે ગુજરાતના પ્રોડકશન યુનિટ દ્વારા માહિતી આપવામાં આવી કે રાજય સરકારની ગાઈડલાઈન્સ અનુસાર કોવિડ-૧૯દ્ગક્ન ફેલાવાની શકયતાને ધ્યાને રાખીને ૨૩ માર્ચથી ૨૫ માર્ચ સુધી પોતાનું પ્રોડકશન બંધ કરશે. મહત્વનું છે કે SMG કોન્ટ્રાકટ આધારિત ધોરણે MSI માટે કારનું પ્રોડકશન કરે છે.

ફોર્ડ મોટર કંપનીએ પણ સોમવારે જાહેર કર્યું કે તેઓ પણ કામચલાઉ ધોરણે પોતાના વેહિકલ અને એન્જિન પ્રોડકશન યુનિટને બંધ કરશે. કોવિડ-૧૯ની વૈશ્વિક અસરને જોતા ફોર્ડના આ નિર્ણયથી તેની અસર ભારત, સાઉથ આફ્રિકા, થાઈલેન્ડ અને વિયેતનામમાં કંપનીના પ્રોડકશન પર પડશે. કંપનીએ જાહેર કર્યું કે પ્રોડકશન ૨૧ માર્ચથી બંધ કરવામાં આવ્યું છે. જેમાં ભારતમા આવેલ ચેન્નઈ વેહિકલ એસેમ્બલી પ્લાન્ટ, સાણંદ વેહિકલ એસેમ્બલી પ્લાન્ટ, સાણંદ એન્જિન પ્લાન્ટ અને ચેન્નઈ એન્જિન પ્લાન્ટનો સમાવેશ થાય છે.

ફોર્ડે જાહેરાત કરી આ વૈશ્વિક મહામારીની સ્થિતિ જોતા આગામી કેટલાક સપ્તાહ સુધી પ્લાન્ટને બંધ જ રાખવામાં આવી શકે છે. ફોર્ડના ઇન્ટરનેશનલ માર્કેટ ગ્રુપના પ્રેસિડન્ટ માર્ક ઓવેડેને ફોર્ડ મોટરની વેબસાઈટ પર જાહેર કરવામં આવેલ મીડિયા સ્ટેટમેન્ટમાં કહ્યું કે, 'અમારા માટે અમારા કામદારો, ડીલર, ગ્રાહકો, પાર્ટનર્સ અને સમાજની સુરક્ષા સર્વોપરી છે.'

(11:55 am IST)