Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ભારત તથા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સમાચારોની સાથે… સાથે…

- કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માસ્ક પહેરવું કયારે આવશ્યક છે ?

* સ્વસ્થ વ્યકિતએ સામાન્ય રીતે માસ્ક પહેરવું જરૂરી નથી. જો કે કોરોના વાઇરસના લક્ષણો ધરાવતા વ્યકિતની સાર સંભાળ કરતા સ્વસ્થ વ્યકિતએ માસ્ક પહેરવુ આવશ્યક છે.

* જો આપ શરદી ખાંસીથી પીડાઓ છો તો અવશ્ય માસ્ક પહેરો.

* સાબુ કે સેનેટાઇઝરથી હાથ બરાબર સાફ કર્યા બાદ આપના ચહેરા અને માસ્ક વચ્ચે જગ્યા ન રહે તેમ ચુસ્ત રીતે માસ્ક પહેરો.

* એક વખત ઉપયોગ કરેલો માસ્ક ફરીથી ઉપયોગમાં ન લેતા પહેરેલા માસ્કને દોરીથી પકડીને ઉતારી તાત્કાલિક કચરા પેટીમાં નાખી હાથને બરાબર સાફ કરો.

- જામફળીના ૨ કુણા પાનઃ રીઝલ્ટ અદભૂત : શ્વાસની અચાનક તકલીફ અને તૂટમાં જામફળના ૨ કુમળા પાન ચાવી જવાથી ખુબ ફાયદો અને રાહત થયાનું શ્રી યોગેશ ગોસ્વામી જણાવે છે. નિર્દોષ અને ખર્ચ વિનાનો આ પ્રયોગ અનુભૂત હોવાનું પણ કહ્યું છેસ્ન

- પોણા ચાર લાખ કેસ : કોરોનાનું તાંડવ કોઇપણ ભોગે બંધ થતુ નથી

- ૧૬,૪૬૨  મોતઃ ૧ લાખ લોકો સાજા થયાઃ એક જ રાતમાં અમેરીકામાં નવા ૪૦૦૦ કેસ

- ઇટાલીમાં કોરોના અટકયોઃ સ્પેનમાં એક જ રાતમાં  ૨૦૦૦ નવા કેસઃ યુ.કે.માં ૭૧૩ નવા કેસઃ ઇટાલીમાં ૬૩,૯૨૭ કેસ

*વુહાન શહેર ૮ એપ્રિલથી લોકો માટે ખુલ્લું મુકાશે :કોરોનાએ જયાંથી આતંક મચાવવો શરૂ કરેલ તે ચીનનું અહિં સેંકડો લોકોના મોત થયેલ હવે સંપૂર્ણ પણે નોર્મલ બની ગયા

*વિશ્વના ૭ દેશોમાં ૨૦ હજાર ઉપર કોરોનાના કેસોઃ કુલ પોણા ચાર લાખ  દર્દી

આજે સવાર સુધીમાં વિશ્વમાં કોરોના પોઝીટીવ/ કોવિદ-૧૯ના ૩,૭૫,૭૯૨ કેસ નોંધાયા છે. અને ૧૬૪૬૪ મોત થયા છે. એકાદ લાખ સાજા  થયા છે. જયારે ૭ દેશોમાં ૨૦ હજાર કે   તેથી ઉપર કેસો નોંધાયા છે.

ફ્રાન્સ (૨૦ હજાર-મૃત્યુ ૮૬૦), ઇરાન (૨૩ હજાર-મૃત્યુ ૧૮૧૨), જર્મની (૨૯ હજાર- મૃત્યુ ૧૨૩) સ્પેન (૩૫ હજાર -મૃત્યુ ૨૩૧૧), યુ.એસ.એે. (૪૪ હજાર-મૃત્યુ ૫૫૭), ઇટાલી (૬૪ હજાર-મૃત્યુ ૬૦૭૭), ચીન (૮૧ હજાર-મૃત્યુ-૩૨૭૦) છે.

*કોરોનાઃ રાત સુધી

. ભારત સરકારનું મોટ્ટુ પગલું : સરકારે ભારતમાં આવતા તમામ મુસાફરો માટે ઇમિગ્રેશન ચેક પોઇન્ટ બંધ કરવાની જાહેરાત કરી છે.

. ભારતના ૩૦ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત અત્યાર સુધીમાં કરવામાં આવી છે.

. છેલ્લા ૨૪ કલાકમાં રાત સુધીમાં ભારતમાં ૨,૫૮૦ વ્યકિતઓનું કોરોના વાયરસ પરીક્ષણ થયું છે, જેમાંથી ૭૫ પોઝિટિવ કેસ મળ્યા છે.

. ઇમરજન્સી સિવાય બહાર નીકળવું જ નહીં, ધ્યાન નહીં રાખો તો પસ્તાવાનો વારો આવશે - બિનજરૂરી બહાર નીકળશે તો પોલીસને પણ રોકવાની સૂચના આપવામાં આવી છે : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી

. ભારતમાં ગતરાત્રી સુધીમાં ૪૭૧ કોરોના વાયરસના પોઝીટીવ કેસ થયા : છેલ્લા ચાર દિવસમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ બે ગણા કરતાં વધી ગયાઃ ૧૯ માર્ચે ૧૬૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા જે ગઇકાલે ૨૩ માર્ચે વધીને ૪૭૧ થઈ ગયા છે. આ સાથે દેશમાં નવ મૃત્યુ પણ નોંધાયા છે- જેમાં સૌથી તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં મૃત્યુનો કેસ નોંધાયો છે.  અને આજે ૫૦૪ થયા છે.

. કોરોના વધુ વકર્યો, ઓલ્મિપીક લગભગ રદ

. થાઇલેન્ડમાં કોરોનાએ બીજો ભોગ લીધો

. દ. કોરીયામાં ૭૬ નવા કેસ, કુલ ૯૦૩૭ કેસ

. યુ.કે.માં થ્રી વીક લોકડાઉન

. ફિલીપાઇન્સમાં આંક ૩૯ થયો

. ઇટાલીમાં બીજા દિવસે કોરોનાની ગતિ થંભી

. ૨૦૨૦ ચાલુ વર્ષમાં મહામંદી શરૂ

- દેશમાં કોરોના વાયરસના નવા ૩૭ કેસ

- મહારાષ્ટ્રમાં એકધારા કેસો વધતા જાય છેઃ કોરોના પોઝીટીવના :  ૧૦૬ કેસ :  આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કરેલ જાહેરાત

- શ્રીનગરમાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા :  આ સાથે જમ્મુ- કાશ્મીરમાં કોરોના પોઝીટીવના ૬ કેસ થયા

- ગોવા પછી સાંજે ૫થી પ.બંગાળમાં સૂંપર્ણ લોકડાઉન : મમતા બેનરજીએ કરેલ જાહેરાતઃ ચકલું પણ ફરકે નહિ તેવી જડબેસલાક વ્યવસ્થા

- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહે છે : જૂનથી નવું સત્ર શરૂ થશે : ગુજરાતમાં નવું શૈક્ષણિક સત્ર જૂન મહિનાથી શરૂ થશેઃ ૬૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ધો.૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશેઃ બે લાખ શિક્ષકોને શાળા- કાર્યમાં જોતરી રાખવા નહિ પડે

- સબકા વિશ્વાસ સ્કીમ ૩૦ જૂન સુધી લંબાવી : ઈનડાયરેકટ ટેકસ સાથે જોડાયેલ સબકા વિશ્વાસ સ્કિમની ચૂકવણીની તારીખ પણ ૩૦ જૂન સુધી કરવામાં આવી છેઃ કોઈ વધારાનો ચાર્જ નહિ લાગેઃ નિર્મલા સીતારામન

- ગાંધીનગરમાં કેસ દાખલ : કોરોના હોવા છતાં બેદરકારી દાખવી અને કુટુંબના પાંચને કોરોના વળગાડયો : ગાંધીનગર કલેકટર કુલદીપ આર્ય દ્વારા સેકટર ૨૧માં ઉમંગ સહિતના સામે ફરીયાદ નોંધાઈ : મુંબઈના ગાયક કનિકાની જેમ જ ઉમંગે પણ હકીકતો છુપાવતા કોરોનાના પોઝીટીવ કેસો વધ્યાઃ આ શખ્સ દુબઈથી પરત ફર્યા હતા અને માહિતી છુપાવી હતીઃ આસપાસના સોસાયટીના રહેવાસીઓએ આ મામલે કલેકટરનું ધ્યાન દોરતા તેઓએ તાત્કાલીક ધોરણે પગલા લીધા

- કોરોના પછી ચીનમાં હંટા વાયરસે પ્રથમ ભોગ લીધો : ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ ''હંટા'' વાયરસે ચીનમાં પ્રથમ મોત નિપજાવેલ છેઃ ચીનમાં આ વાયરસથી ૩૨ લોકો સંક્રમિત છેઃ આ વાયરસ સહુ પ્રથમ ૧૯૭૬માં દક્ષિણ કોરિયામાં નોંધાયેલઃ આમ ચીનમાં હવે કોોરોના કાબુમાં આવ્યો છે તો હવે ''હંટા'' વાયરસે ઉપાડો લીધો છેઃ આ વાયરસનો ફેલાવો ઉંદર દ્વારા વિશેષ થાય છે

- દેશમાં કોરોનાથી ૧૦મું મોત : હિમાચલના ટાંડા મેડીકલ કોલેજમાં દર્દીનું થયુ મૃત્યુ : કોરોના વાયરસથી હિમાચલ પ્રદેશમાં પ્રથમ મોત

- આવતા ૩ મહિના સુધી ડેબીટ કાર્ડ દ્વારા એટીએમમાંથી નાણા ફ્રી ઓફ ચાર્જ ઉપાડી શકાશે : નિર્મલા સીતારમણ

- પોણા ચાર લાખ કેસ : કોરોનાનું : તાંડવ કોઇપણ ભોગે બંધ થતુ નથી

- કુલ કેસઃ ૩,૭૮,૬૩૦ ૧૬,૫૧૩  મોતઃ ૧ લાખ લોકો સાજા થયાઃ એક જ રાતમાં અમેરીકામાં નવા ૪૦૦૦ કેસ

- ઇટાલીમાં કોરોના અટકયોઃ સ્પેનમાં  : એક જ રાતમાં  ૨૦૦૦ નવા કેસઃ યુ.કે.માં ૭૧૩ નવા કેસઃ ઇટાલીમાં ૬૩,૯૨૭ કેસ

- અમરેલી - ભરૂચ પંથકમાં બહાર નીકળતા લોકોને પોલીસે ઉઠક બેઠક બોલાવી : પોલીસે બહાર નીકળેલા લોકો સામે સખત કાર્યવાહી હાથ ધરી

(4:35 pm IST)