Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ગુજરાતમાં કોરોનાના વધુ ૪ કેસઃ કુલ ૩૩ પોઝીટીવ

કેસ વધવાની ગતિમાં ગઈકાલ કરતા ઘટાડો છતા સમય ખૂબ કસોટી અને સાવચેતીનો

ગાંધીનગર, તા. ૨૪ :. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. ગઈકાલે સાંજથી આજે સવાર સુધીમાં સુરતના ૨ અને ગાંધીનગર ૨ સહિત કુલ ૪ કેસ ઉમેરાતા રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા ૩૩ થઈ છે. ગઈકાલે સમાચાર માધ્યમોએ ૩૦નો આંકડો દર્શાવેલ અને સરકારે ૨૯નો આંકડો દર્શાવેલ. સરકારી આંકડા મુજબ જેને કોરોના લાગુ પડી ગયો છે તેવા દર્દીઓની સંખ્યા ૩૩ થઈ છે. ગઈકાલ કરતા આજે દર્દીઓની સંખ્યા વધવાની ગતિ ઘટી છે છતા પરિસ્થિતિ ખૂબ કસોટીવાળી છે.

રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે પત્રકાર પરિષદમાં ૩૩ દર્દીઓ થયાની પુષ્ટી કરેલ. તેમણે જણાવેલ કે સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા દરરોજ પરિસ્થિતિની સમીક્ષા થઈ રહી છે. કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક દિવસોના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની યાદી સરકારને આપેલ છે તે મુજબ તપાસ થઈ રહી છે. ૧૦૪ ફોન નંબર પર ૨૪૨૪ ફોન આવેલ તે પૈકી મોટા ભાગનામાં કાર્યવાહી થઈ ગઈ છે. લોકો ખોટા ફોન ન કરે તેમજ કોરોના સામેની લડતમાં સહયોગ આપે તેવી અપીલ છે.

(11:49 am IST)