Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રાજ્ય સરકારો ત્રણ માસનું રેશનિંગ ઉધાર લઈ શકશે : નિર્મલા સીતારમણની મોટી જાહેરાત

કેન્દ્ર સરકારે દરેક રાયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી છૂટ

નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી કેન્દ્રએ રાયો અને કેન્દ્ર શાસિત રાયોને મોટી રાહત આપી છે. રેશનિંગ દુકાનોના માધ્યમથી વિતરણ માટે ભારતીય ખાધ નિગમ (એફસીઆઈ) પાસેથી એક સાથે ત્રણ મહિનાનું અનાજ ઉધાર લેવાને છૂટ આપી દેવામાં આવી છે.

   સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ) હેટળ અંદાજે ૭૫ કરોડ લાભાર્થી આવે છે. નાણામંત્રીએ એક ટવીટમાં કહ્યું કે ભારતીય ખાધ નિગમ પાસેથી ત્રણ મહિના માટેનું અનાજ ઉધાર લઈ શકાશે. સરકારી આંકડા અનુસાર સરકાર પાસે ૪૩૫ લાખ ટન અનાજનો ભંડાર છે જેમાં ૨૭૨.૧૯ લાખ ટન ચાવલ અને ૧૬૨.૭૯ લાખ ટન ઘઉં છે. અત્યારે સરકાર દેશમાં પાંચ લાખ રેશનિંગની દુકાનોના માધ્યમથી સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ પ્રત્યેક લાભાર્થીને પ્રતિ માસ પાંચ કિલો સબસીડીવાળું અનાજ પૂરું પાડે છે જેના કારણે સરકારી ખજાના ઉપર વાર્ષિક ૧.૪ લાખ કરોડનો બોજ આવે છે.

(11:43 am IST)