Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દેશમાં કોરોનાથી 10મું મોત: હિમાચલના ટાંડા મેડિકલ કૉલેજમાં દર્દીનું થયું મૃત્યુ

કોરોના વાયરસથી હિમાચલ પ્રદેશમાં પ્રથમ મોત

નવી દિલ્હી : કોરોના વાયરસથી હિમાચલ પ્રદેશમાં પ્રથમ મોત થયું છે. અમેરિકાથી પરત ફરેલ તિબ્બતના એક નાગરિકનું મોત થયું છે. મૃતકની ઉંમર 69 વર્ષથી. તબિયત ખરાબ હોવાથી તેના કાંગડાની એક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ટાંડા મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યા. જ્યાં તેમનું મોત થયું હતું

દેશમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પશ્ચિમ બંગાળમાં 55 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. આ જીવલેણ બીમારીના કારણે દેશમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. તો કોરોના પીડિતોની સંખ્યા 433 થઇ ચૂકી છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 50થી વધુ નવા કેસ અને 4 લોકોના મોત નીપજ્યા છે.

(11:26 am IST)